Gujarat ACB arrests Rajkot Fire Officer over bribe charges: રાજકોટ: રાજકોટના TRP ગેમ ઝોન આગકાંડમાં 27 લોકોના મરણને પગલે રાજ્યભરમાં ફાયર વિભાગના કર્મચારીઓની કામગીરી પર સવાલો ઊભા થયા હતા. તેમ છતાં, ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચાર છોડતા નથી. TRP આગકાંડના ફાયર ઓફિસર IV ખેર જ્યારે જેલમાં છે, ત્યારે પણ નિષ્ઠુર ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુએ ફાયર NOC આપવા માટે 3 લાખ રૂપિયાની લાંચ માંગી. એમાંથી 1.80 લાખ રૂપિયાની બીજી કિસ્ત લેતા સમયે એસીબીએ તેમને ઝડપી પાડ્યા. (Gujarat ACB arrests Rajkot Fire Officer over bribe charges)
જામનગર એસીબીના જણાવ્યા અનુસાર, શહેરની એક બિલ્ડિંગ માટે ફાયર સેફ્ટીનું NOC મેળવવા ફરિયાદી ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલકુમાર મારુ પાસે પહોંચ્યો. મારુએ NOC માટે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જેમાંથી 1.20 લાખ રૂપિયા તેઓ લઈ ચૂક્યા હતા અને બાકી 1.80 લાખ રૂપિયા 4-5 દિવસ બાદ આપવા માટે કહ્યું હતું. ફરિયાદ બાદ, એસીબીએ 1.80 લાખ રૂપિયા લેતા ઇન્ચાર્જ ફાયર ઓફિસર મારુને રંગે હાથ ઝડપી પાડ્યા.