રાજકોટથી ક્રિશ પટેલનો અહેવાલ…
Rajkot ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. ગોંડલના મોવિયા રોડ પર રેતી ચોકમાં ફેબ્રિકેશનમાં રૂપાવટી ગામના સરપંચના પુત્ર સહિત ત્રણ વ્યક્તીએ ફેબ્રિકેશન કામ કરતા ત્રણ યુવાનોને માર માર્યો સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી.
Rajkot ગોંડલના મોવિયા રોડ પર રેતીચોક માં વચ્છરાજ ફેબ્રિકેશન નામના કારખાનામાં મારામારી ની ઘટના સામે આવી છે મારમારીની ઘટનામાં ફેબ્રિકેશનનું કામ કરનાર કિરીટભાઈ દિનેશભાઇ સોલંકી ઉ.વ. 30, હાર્દિકભાઈ માવજીભાઈ સોલંકી ઉ.વ. 22 અને સગીરને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનવાને લઈને ગોંડલ શહેર A ડિવિઝન પોલીસ હોસ્પિટલ પોહચી ઇજાગ્રસ્તના નિવેદન આધારીત વધુ તપાસ હાથ ધરી હતી

ઇજાગ્રસ્ત કિરીટભાઈ જણાવ્યું હતું કે હું મારા કારખાના પરથી મોવિયા ચોકડી પાસે ખેતલઆપાચા ની હોટેલ પરચા લેવા ગયો હતો ચા લઈને પરત ફરતા રૂપાવટી ગામના સરપંચ જયાબેન સોલંકીના પુત્ર સુરેશ પરસોત્તમ સોલંકી નામનો વ્યક્તિ ત્યાં બુલેટ લઈને ઉભો હતો તેને કહ્યું કે સામું કેમ જોસ તેમ કહી માર મારવા લાગ્યો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો.
ત્યારબાદ હું મારા કારખાને આવી પોહચ્યો હતો ચા પાણી પીધા ત્યારે સરપંચના પુત્ર સહિત ત્રણ ભાઈઓ હરેશભાઇ પરસોત્તમભાઈ સોલંકી, જનકભાઈ પરસોત્તમભાઈ સોલંકી અને સુરેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી પાઇપ લઈને અમારા કારખાને આવી ને માર મારવા લાગ્યા પાઈપના કટકા વડે માર માર્યો અપશબ્દો બોલ્યા જેને કહેવું હોઇ એને કહી દેજે, જેને બોલાવુ હોઈ એને બોલાવી લેજે, અને અમારૂ કારખાનું બંધ કરાવ્યું હતું. મારામારીના સમગ્ર બનાવને લઈને ગોંડલ શહેર A ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Gir: બીમારીનો ફેલાવો: છ મહિનામાં 28 સિંહોના અંગ નિષ્ફળતા, ન્યુમોનિયા અને અન્ય રોગોથી મૃત્યુ
- Banaskantha: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, રાજકારણમાં ગરમાવો
- ગાડીઓનો કાફલો, હીરો ની જેમ સ્વાગત… Surat જેલમાંથી મુક્ત થયેલા કુખ્યાત ગુનેગારનો વીડિયો વાયરલ
- Bharuch: દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ભડકો, અરુણસિંહ રાણાની વિકાસ પેનલ મેદાને
- Gujarat: સ્પેશ્યલ ટીચર્સ માટે સ્પે. ટેટ 1 અને 2ની પરીક્ષાની તારીખ જાહેર, 12 ઓક્ટોબરે યોજાશે પરીક્ષા