Jammu and Kashmir થી રાજ્યસભાની ચૂંટણી જીતીને ભાજપનું ખાતું ખોલાવનાર સત શર્મા કોણ છે?
જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્યમાં રાજ્યસભાની બેઠક જીતવામાં સફળ રહી છે. રાજ્યની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના સત શર્માએ ભાજપનું ખાતું ખોલાવ્યું છે. કલમ 370 રદ થયા પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી પહેલી રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટી માટે આ એક મહત્વપૂર્ણ જીત છે.
સત શર્મા કોણ છે?
સત શર્માનું પૂરું નામ સતપાલ શર્મા છે. તેઓ હાલમાં જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રમુખ છે. સત શર્મા અગાઉ જમ્મુ અને કાશ્મીર સરકારમાં મંત્રી પદ સંભાળી ચૂક્યા છે. તેઓ અગાઉ જમ્મુ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. નોંધનીય છે કે સત શર્મા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પણ છે. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન, ભાજપે તેમને ટિકિટ આપી ન હતી. આ પછી, તેમને રાજ્ય એકમના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.





