યુપીની Yogi સરકારે હવે ‘લવ જેહાદ’ પર વધુ કડકાઈ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રકારના ગુનામાં હવે આજીવન કેદની સજા થશે. યોગી સરકાર આવતીકાલે એટલે કે 30 જુલાઈના રોજ વિધાનસભામાં આ સંબંધિત બિલ રજૂ કરી શકે છે. આ સાથે આ બિલમાં ઘણા ગુનાઓમાં સજા બમણી કરવામાં આવી છે. લવ જેહાદ હેઠળ નવા ગુનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિલમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તન માટે ફંડિંગને કાયદા હેઠળ અપરાધના દાયરામાં લાવવાની તૈયારી છે.

અત્યાર સુધી 10 વર્ષની જેલની જોગવાઈ હતી

યુપી સરકારે અગાઉ વિધાનસભામાં ધર્મ પરિવર્તન નિષેધ બિલ 2021 પસાર કર્યું હતું. આ બિલમાં 1 થી 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી. આ બિલ હેઠળ માત્ર લગ્ન માટે કરવામાં આવેલ ધર્મ પરિવર્તન અમાન્ય ગણાશે. જૂઠું બોલીને કે છેતરપિંડી કરીને ધર્મ પરિવર્તન ગુનો ગણાશે. સ્વૈચ્છિક ધર્મ પરિવર્તનના કિસ્સામાં, મેજિસ્ટ્રેટને 2 મહિના અગાઉ જાણ કરવાની રહેશે. ખરડા મુજબ બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્માંતરણ કરવા બદલ 1-5 વર્ષની જેલની સજા સાથે 15,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી. જો દલિત યુવતી સાથે આવું થાય તો 3-10 વર્ષની જેલની સજા સાથે 25,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પહેલા જ કહી ચુકી છે કે ધર્મ પરિવર્તન કાયદો બનાવવો એ રાજ્ય સરકારોનો મામલો છે અને તેનો નિર્ણય રાજ્ય સરકારોએ જ કરવાનો છે.