Arif Mohammad Khan: APJ અબ્દુલ કલામ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (KTU)ના વાઇસ ચાન્સેલરની પસંદગીને લઈને કેરળ સરકાર અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ વચ્ચે અણબનાવ છે. સરકારના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા રાજ્યપાલે કહ્યું કે તે ઘણા એવા કામ કરે છે જે કાયદા પ્રમાણે નથી. શુક્રવારે રાજ્ય સરકારે KTUના વાઇસ ચાન્સેલરની પસંદગી માટે પાંચ સભ્યોની પસંદગી સમિતિની રચના કરી હતી.
વાસ્તવમાં, રાજ્યપાલ એપીજે અબ્દુલ કલામ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (KTU) ના કુલપતિના નોમિની વિના વાઇસ ચાન્સેલરની પસંદગી કરવા માટે પસંદગી સમિતિની રચના કરવા પર નારાજ છે. તેમણે કહ્યું છે કે તે સરકાર પર નિર્ભર કરે છે કે તેઓ શું કરવા માંગે છે. તેઓ ઘણા એવા કામ કરી રહ્યા છે જે કાયદા પ્રમાણે નથી.
રાજ્યપાલ અને સરકાર સામસામે
ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અને કેરળ સરકાર છેલ્લા કેટલાક સમયથી રાજ્યની યુનિવર્સિટીઓમાં વાઈસ-ચાન્સેલરો સહિતની નિમણૂકોના મુદ્દે વિવાદમાં છે. એક તરફ રાજ્યપાલે સરકાર પર યુનિવર્સિટીઓની સ્વત્રંતા હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો છે.
ડાબેરી મોરચાની સરકારે આરોપ લગાવ્યો છે કે રાજ્યપાલ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણનું ભગવાકરણ કરવા માટે આરએસએસ અને સંઘ પરિવારના એજન્ડાને લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાજ્ય સરકારે KTUના વાઇસ ચાન્સેલરની પસંદગી કરવા માટે પાંચ સભ્યોની પસંદગી સમિતિની રચના કરી હતી.