લોકસભા ચૂંટણી 2024 : ગુજરાત રાજ્યમાં તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવાર ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે મતદાન યોજાનાર છે.
જેથી મોરબી જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા,૧૯૫૧ ની કલમ-૧૩૫(બી) મુજબ શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર સવેતન રજા જાહેર કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં.
જે શ્રમયોગીઓને ગેરહાજરીથી જોખમ ઉભુ થવાના સંજોગો / શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.
જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરૂધ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોક્ત સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લાના નોડલ અધિકારી, શ્રી જે.આર.જાડેજા, મદદનીશ શ્રમ આયુક્ત, મોરબી, ફોન નંબર-૦૨૮૨૨-૨૪૩૪૧૦, મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, પહેલો માળ, રૂમ નં.૧૩૨, લાલબાગ, જુના સેવા સદન, મોરબી-૩૬૩૬૪૨ નો સંપર્ક સાધવા નોડલ ઓફિસર માઈગ્રેટરી ઈલેક્ટર્સ અને મોરબી મદદનીશ શ્રમ આયુક્તશ્રી જે.આર. જાડેજાની યાદીમાં જણાવાયું છે.
Read This Latest News :-
- Pakistan former PM Imran Khan arrested : જેલમાંથી છૂટતાની સાથે જ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની અન્ય એક કેસમાં ધરપકડ કરવામાં આવી, જાણો આખો મામલો.
- ગુજરાતના Somnathમાં રાજ્યના વિકાસ માટે રાજ્ય સરકાર તૈયાર કરશે રોડમેપ, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
- Domestic Airlines Companies : ડોમેસ્ટિક એરલાઈન્સના કાફલામાં 5 વર્ષમાં 1,400 એરક્રાફ્ટ હશે, જાણો દેશમાં કેટલા એરપોર્ટ છે
- Gujaratમાં તાપમાનનો પારો ગગડ્યો, નલવિયા14.1 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર
- પ્રવર્તમાન winterની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સુચના