પાકિસ્તાનના પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને X પર રાહુલ ગાંધીના વખાણમાં કેટલાક શબ્દો લખ્યા હતા જેના પર ભાજપે કોંગ્રેસને ઘેરી છે. ભાજપે પૂછ્યું, ‘શું કોંગ્રેસ પાકિસ્તાનમાં ચૂંટણી લડવાનું વિચારી રહી છે? મુસ્લિમ લીગની છાપ ધરાવતા મેનિફેસ્ટોથી લઈને સરહદ પારથી મજબૂત સમર્થન સુધી, કોંગ્રેસનું પાકિસ્તાન સાથેનું જોડાણ વધુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

વાસ્તવમાં ન્યૂટન નામના એક્સ યુઝરે પોતાના હેન્ડલ પરથી રાહુલ ગાંધીના તાજેતરના ભાષણની ક્લિપ પોસ્ટ કરી હતી, જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ચૌધરી ફવાદ હુસૈને લખ્યું, ‘રાહુલ ઓન ફાયર’.

કોંગ્રેસ પર નિશાન સાધતા બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘એક પાકિસ્તાની નેતા – જેણે અનેક પ્રસંગોએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે તે રાહુલ અને કોંગ્રેસને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ પહેલા હાફિઝ સઈદે કહ્યું હતું કે કોંગ્રેસ તેમની ફેવરિટ પાર્ટી છે. મણિશંકર ઐયર પીએમ મોદીને હટાવવા માટે સમર્થન મેળવવા પાકિસ્તાન ગયા હતા. અમને યાદ છે કે તાજેતરમાં કોંગ્રેસના નેતાઓએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને બીકે હરિપ્રસાદે ખુલ્લેઆમ પાકિસ્તાનની હિમાયત કરી હતી.

Read More- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અયોધ્યામા રામલલાના દર્શન કર્યા