બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા NDA નેતાઓના નિવેદનોથી રાજકારણ ગરમાયુ છે. બિહારમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે કે ભાજપ નવા મુખ્યમંત્રી આપશે, તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પહેલા નીતિશ કુમારના પુત્ર દ્વારા નિવેદન અપાયુ અને ત્યારબાદ હવે બિહાર ભાજપના પ્રમુખ દ્વારા પણ નિવેદન અપાતા રાજકારણ ગરમાયુ છે.

બિહાર ભાજપના પ્રમુખ દિલીપ જયસ્વાલે એક ટીવી ઈન્ટરવ્યુમાં ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડાશે. પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે, તેનો નિર્ણય પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે. NDAના ઘટક દળો સંયુક્ત રીતે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરશે. તેજસ્વી યાદવ પાસે કોઈ કામ નથી, તેથી જ તેઓ ફક્ત નિશાંત વિશે વાત કરી રહ્યા છે.’
આ તરફ જેડીયુ સાંસદ દિલેશ્વર કામૈત આ અંગે કહ્યું કે, NDAમાં કોઈ માથાકૂટ નથી., ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં જ લડાશે. અમે વિરોધી પક્ષોના નિવેદનોને કોઈ મહત્વ આપતા નથી. તેજસ્વી યાદવનું હવે બિહારમાં કોઈ વર્ચસ્વ રહ્યુ નથી અન એટલે જ આ પ્રકારના નિવેદનો આપે છે. RJD નેતાઓ સ્પષ્ટ રીતે જાણે છે કે, 2025ની ચૂંટણીમાં NDAને બહુમતી મળશે અને RJDનો સફાયો થઈ જશે, તેથી જ તેઓ આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે.
બિહાર પ્રદેશ ભાજપ પ્રમુખના નિવેદન પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંતે ચોંકાવનારુ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, NDA નીતિશ કુમારને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરશે અને તેમના નેતૃત્વમાં ચૂંટણી લડશે અને તેઓ ફરીથી સત્તામાં પાછા ફરશે.
નિશાંત કુમાર રાજકારણથી લઈને તેમના પિતાની મુખ્યમંત્રી પદની ઉમેદવારી અને બિહાર સરકારની કામગીરી સુધીના દરેક મુદ્દા પર સ્પષ્ટતાથી બોલી રહ્યા છે. તેઓ ખુલ્લેઆમ બહાર આવ્યા છે, જો કે, રાજકારણમાં પ્રવેશવા અંગે તેઓ સ્પષ્ટતા કરવા તૈયાર નથી.
Click
- Home Minister Amit Shah એ સીએમ રેખા ગુપ્તા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, દિલ્હીમાં આ મોટા પગલાં લેવામાં આવશે
- ગોવામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો, Michael Lobo એ કહ્યું- ઇડલી-સાંભાર જવાબદાર
- Himachal Pradesh ના મંડીમાં વાદળ ફાટ્યા, કુલ્લુના સરવરી નાળામાં પૂર જેવી સ્થિતિ, ઘણા વાહનો ડૂબી ગયા
- દિલ્હીની સુંદર નર્સરીમાં અમીર ખુસરોના વારસાની ઉજવણી, PM Narendra Modi સૂફી સંગીત કાર્યક્રમનો આનંદ માણશે
- ઐતિહાસિક ક્ષણ, gujarat વિધાનસભામાં સ્પીચ માટે પ્રથમ વખત AIનો ઉપયોગ