આજે પ્રજાસત્તાક દિવસ નિમિતે નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પરેડનું આયોજન થયું છે. આ અગાઉ પીએમ મોદી વોર મેમોરિયલ પહોંચી શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી. 77માં ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ બનેલા EU ચીફ ઉર્સુલા વોન ડેર લેયેને પણ ખુશી વ્યક્ત કરીઅને સમારોહનો વીડિયો શેર કરીને કહ્યું કે ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ બનવું એ મારા માટે જીવનભરનું સન્માન છે. એક સફળ ભારત વિશ્વને વધુ સ્થિર, સમૃદ્ધ અને સુરક્ષિત બનાવે છે.
કર્તવ્ય પથ પર લહેરાયો તિરંગો
દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યારબાદ સ્વદેશી 105 મિમી લાઈટ ફીલ્ડ ગનથી 21 તોપની સલામી સાથે રાષ્ટ્રગીત ગવાયું. ત્યારબાદ 129 હેલિકોપ્ટર યુનિટના ચાર એમઆઈ-17 1 વી હેલિકોપ્ટરોએ ધ્વજ ફોર્મેશનમાં ઉડાણ ભરતા પુષ્પ વર્ષા કરી. પરેડ શરૂ થતા જ વાતાવરણમાં જોશ હાઈ થઈ ગયો. એમાં પણ ઓપરેશન સિંદૂરનો ઝંડો લહેરાતો જોઈને લોકોમાં હુંસસો ભરાઈ ગયો.
ઓપરેશન સિંદૂરનો ઝંડો લહેરાયો
કર્તવ્ય પથ પર પ્રહાર ફોર્મેશનમાં ઉડાણ ભરવામાં આવી. જેમાં ભારતીય સેનાનું એક ધ્રુવ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર Operation Sindoorનો ઝંડો લઈને ઉડ્યું. આ સાથે જ ભારતીય સેનાનું રુદ્ર એએલએચ-ડબલ્યુએસઆઈ અને ભારતીય વાયુસેનાનું એએલએચ માર્ક-IV હેલિકોપ્ટર પણ સામેલ હતું. રાજપૂત રેજિમેન્ટે કર્તવ્ય પથ પર માર્ચ કરી અને ડ્રોન વોરફેર અને સૂર્યાસ્ત્રની પણ ઝલક જોવા મળી. આ એ હથિયારો છે જે ઓપરેશન સિંદૂરમાં વપરાયા હતા.





