Pahalgam Attack: પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની મોટી કાર્યવાહી સામે આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકી હુમલામાં સામેલ આતંકીઓ સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું. આ પછી સુરક્ષા એજન્સીઓએ મોટું અભિયાન શરૂ કર્યું છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસ ત્રાલમાં આતંકી આસિફના ઘરે પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તેમના ઘરમાં વિસ્ફોટકોનો સ્ટોક હતો જેના કારણે વિસ્ફોટ થયો હતો. આ સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસે બુલડોઝરનો ઉપયોગ કરીને આતંકવાદી આદિલના ઘર સામે પણ કાર્યવાહી કરી તેને તોડી પાડ્યો હતો. તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલા બાદ આતંકીઓનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ સુરક્ષા દળોને પડકાર આપતા જોવા મળ્યા હતા.

વીડિયોમાં બંને જોવા મળ્યા હતા

ત્રાલમાં સુરક્ષાદળોએ જે આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે. આ બંને 22 એપ્રિલે બૈસારન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલા સાથે જોડાયેલા વીડિયોમાં જોવા મળ્યા હતા. આસિફ અને આદિલ સહિત હુમલામાં સામેલ અન્ય આતંકીઓને મારવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓ સુધી પહોંચવા માટે અત્યાર સુધીમાં 2000 લોકોની પૂછપરછ કરી છે. આ સાથે અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. પહેલગામ આતંકી હુમલામાં કુલ 26 લોકો માર્યા ગયા હતા. અનંતનાગના રહેવાસી આદિલ શાહ સિવાય તમામ 25 હિંદુ હતા. મોટાભાગના મૃતકોને ગુરુવારે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

NIAની તપાસ, સેનાએ મોરચો સંભાળી લીધો છે

NIA જ્યારે પહેલગામની બૈસારન ખીણમાં લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારનારા આતંકવાદીઓને ખતમ કરવા માટે તપાસમાં વ્યસ્ત છે. ત્યારે ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે. માનવામાં આવે છે કે Pahalgam Attackમાં સામેલ તમામ આતંકીઓ હજુ પણ આસપાસના વિસ્તારમાં છુપાયેલા છે.