ઉતરાખંડના ચમોલીમાં હિમસ્ખલનના કારણે 57 મજૂરો ફસાઈ ગયા હતા. જેમાંથી 46નો બચાવ કરી લેવાયો છે. પરંતુ હાલની માહિતી મુજબ 8 મજૂરોનું આ હિમસ્ખલનમાં મૃત્યુ થયુ છે. મજૂરો કામ કરી રહ્યા હતા, તે દરમિયાન એક બરફનો પહાડ તૂટી પડતા આ દુર્ઘટના બની હતી.

ઉતરાખંડના ચમોલીમાં એક મોટી દુર્ઘટના બની હતી. હિમસ્ખલનમાં માણાં ગામમાં એક બરફનો પહાડ તૂટી પડતા અફરા-તફરી મચી ગઈ હતી. આ હિમસ્ખલનમાં 57 મજૂરો દબાઈ ગયા હતા. જે પૈકી અત્યાર સુધી 46નો બચાવ કરી લેવાયો છે. પરંતુ આ દુર્ઘટનામાં 8 મજૂરોના મૃત્યુ થયા છે. ઘટના બની તે સમયે પ્રશાસન અને BROની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ITBP અને ગઢવાલ સ્કાઉટની ટીમ રાહત-બચાવમાં કાર્યમાં જોડાઈ ગયુ હતુ. આ હિમસ્ખલન વખતે અત્રે સ્થળ પર અનેક મજૂરો રોડ પરથી બરફ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા. એક ખાનગી કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંતર્ગત આ મજૂરો કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન દુર્ઘટના બનતા ભાગદોડ મચી અને તેમાં અનેક મજૂરો બહાર નીકળી ગયો હતા. પરંતુ 57 મજૂરો ફસાઈ ગયા હોવાની વિગતો સામે આવી હતી. જેમાંથી 46નો બચાવ કરી લેવાયો છે અને 8ના મોત થતા સેનાના જવાનોએ મૃતદેહ બહાર કાઢ્યા છે.
મૃતકોમાં હિમાચલ પ્રદેશના મોહિન્દર પાલ અને જીતેન્દ્ર સિંહ, ઉત્તર પ્રદેશના મનજીત યાદવ અને ઉત્તરાખંડના આલોક યાદવનો સમાવેશ થાય છે. રાહત અને બચાવ કામગીરીના ત્રીજા દિવસે, એજન્સીઓએ ગુમ થયેલા મજૂરનો મૃતદેહ શોધી કાઢ્યો છે.
આ પણ વાંચો…
- આવનારા સમયમાં વધુ નિયુક્તિઓ કરીને આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે: AAP
- Business: સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએથી નીચે આવી ગયા! શું ભાવ 1 લાખથી નીચે જશે?
- Reserve bank of India: આર્થિક સંશોધન અહેવાલમાં ચોરીનો આરોપ લગાવતા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓ ખુલ્લેઆમ ટકરાયા
- Gujarat: ફટાકડા ફૂટતા જોતી છોકરીને લોખંડનો ટુકડો માથા પર ગોળીની જેમ વાગ્યો, ઘટનાસ્થળે જ મોત
- Ahmedabad: દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ ફાયર વિભાગે 250 ઘટનાઓ નોંધી




