ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. રિઝર્વ બેંક (RBI) એ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ, રેપો રેટ હવે ઘટીને 6 ટકા થઈ ગયો છે. વર્ષ 2025માં રેપો રેટમાં આ બીજો ઘટાડો છે.
ફેબ્રુઆરીમાં આરબીઆઈએ તેની નાણાકીય નીતિમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આના કારણે રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા થયો. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ 9 એપ્રિલ 2025ના રોજ રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 9 એપ્રિલ, 2025ના રોજ રેપો રેટમાં વધુ 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને તે 6 ટકા પર લાવવામાં આવ્યો છે. વર્ષ 2025માં આ બીજીવાર રેપો રેટમાં ઘટાડો થયો છે. પહેલા ફેબ્રુઆરીમાં પણ આવો જ 0.25% નો ઘટાડો થયો હતો, જેમાં રેપો રેટ 6.50% થી 6.25% થયો હતો.
આનો સામાન્ય જનતા પર કેવી અસર થશે?
- હોમ લોનના વ્યાજ દરો ઘટશે, એટલે લોકો માટે લોન લેવવી વધુ સસ્તી થશે.
- માસિક ઈએમઆઈ (EMI)માં ઘટાડો થવાથી ઘર ખરીદવાનું ભારણ ઓછું થશે.
- રિયલ એસ્ટેટ માર્કેટમાં ચળપળ વધી શકે છે, કારણ કે વધુ લોકો ઘરો ખરીદવાની તરફ દોરાઈ શકે છે.
રેપો રેટ શું છે?
રેઝર્વ બેંક જ્યારે અન્ય બેંકોને શોર્ટ ટર્મ લોન આપે છે ત્યારે તે જે દરે ઉધાર આપે છે, તેને રેપો રેટ કહે છે. જો RBI આ દર ઘટાડે છે તો, બેંકો પણ સામાન્ય લોકોને આપવામાં આવતી લોન પર વ્યાજ દર ઘટાડે છે.
આ પણ વાંચો…
- ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી Happy Pasiya કસ્ટડીમાં, અમેરિકામાં ICE દ્વારા પકડાયો
- IPL 2025: હાર્દિક-જેક્સે સાથે મળીને મુંબઈને ત્રીજી જીત અપાવી, હૈદરાબાદની આશાઓને મોટો ફટકો
- આ ફોટો ગાઝા હુમલા સાથે સંબંધિત છે જેને મળ્યો ‘World Press of the Year’ એવોર્ડ
- Americaમાં આતંકવાદી હેપ્પી પાસિયાની ધરપકડ, પંજાબમાં 14 થી વધુ આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો
- ભારત અને કાશ્મીર પર Pakistan ના આર્મી ચીફની બડાઈ, કહ્યું- “જો ભારતીય સેના આપણું કંઈ ન કરી શકે તો આ BLA શું કરશે”