Punjab: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડતા ગતરોજ તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી તેમની તબિયત ખરાબ હતી અને તેઓ દવાઓ લઈ ઘરે જ આરામ કરી રહ્યા હતા. જોકે, તબિયતમાં કોઈ સુધારો ન થતા ગતરોજ (5 સપ્ટેમ્બર) તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, તેમને વાયરલ તાવ અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ છે. કેબિનેટની બેઠક મોકૂફ મુખ્યમંત્રી ભગવંત માન (CM Bhagwant Mann) આજે શુક્રવારે ચંડીગઢમાં યોજાનારી પંજાબ કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરવાના હતા, પરંતુ તેમની બીમારીને કારણે આ બેઠક મોકૂફ રાખવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત થવાની અપેક્ષા હતી, કારણ કે પંજાબ હાલમાં પૂરની ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.

CM ભગવંત માનની તબિયતમાં સુધાર

આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના સ્વાસ્થ્યમાં હવે નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે. હોસ્પિટલ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીને હૃદયના ધબકારા ઘટવાની અને નબળાઈની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમે તાત્કાલિક તેમની તપાસ કરી અને તેમને મોનિટરિંગ માટે દાખલ કરવાની સલાહ આપી. હવે તેમના પલ્સ રેટમાં સુધારો થયો છે અને તેમની હાલત પહેલા કરતા સારી છે.

આજે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા મુખ્યમંત્રી માનના સ્વાસ્થ્યની પૂછપરછ કરવા માટે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમની માતા પણ તેમને મળવા માટે હોસ્પિટલમાં પહોંચી હતી.

તેઓ બે દિવસથી બીમાર હતા, કેબિનેટની બેઠક મુલતવી રાખવામાં આવી હતી

માહિતી મુજબ, મુખ્યમંત્રી ભગવંત માન છેલ્લા બે દિવસથી બીમાર હતા. તેમની નાદુરસ્ત તબિયતને કારણે, AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની તેમની મુલાકાત પણ રદ કરવી પડી હતી. ત્યારથી તેઓ ચંદીગઢમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને આરામ કરી રહ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, શુક્રવારે સાંજે તેમની તબિયત વધુ બગડી, ત્યારબાદ તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, શુક્રવારે સાંજે યોજાનારી પંજાબ કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક પણ મુલતવી રાખવી પડી.

ગયા વર્ષે પણ સ્વાસ્થ્ય બગડ્યું હતું

આ પહેલી વાર નથી જ્યારે મુખ્યમંત્રી માનનું સ્વાસ્થ્ય બગડ્યું હોય. ગયા વર્ષે પણ 26 સપ્ટેમ્બર 2024 ના રોજ તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે, નિયમિત તપાસમાં જાણવા મળ્યું કે તેમના ફેફસાંની ધમનીમાં બળતરા થઈ રહી છે, જેના કારણે તેમના હૃદય પર દબાણ વધી રહ્યું હતું અને બ્લડ પ્રેશર અસ્થિર બની રહ્યું હતું.

આ પણ વાંચો