Online gaming bill: ઓનલાઇન ગેમિંગ બિલને રાષ્ટ્રપતિ મૂર્મુની મંજૂરી, બન્યો કાયદોઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકતા બિલને સંસદની મંજૂરી પછી હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ મંજૂરી આપી દીધી છે. આ સાથે જ બિલ કાયદામાં ફેરવાઈ ગયું છે. કાયદા મુજબ હવે કોઈપણ પ્રકારની ઓનલાઈન મની ગેમિંગ સેવા પર પ્રતિબંધ રહેશે. આવી ગેમ્સ પૂરી પાડનારાઓને ત્રણ વર્ષ સુધીની સજા અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
અંદાજ મુજબ ભારતમાં આશરે 22 કરોડ લોકો વિવિધ ઓનલાઈન સટ્ટા એપ્સનો ઉપયોગ કરે છે, જેમાંથી 11 કરોડ લોકો નિયમિત યુઝર્સ છે. દર વર્ષે લગભગ 45 કરોડ લોકો આ ગેમિંગમાં ફસાઈને 20 હજાર કરોડથી વધુની રકમ ગુમાવે છે. 22 ઓગસ્ટથી આ કાયદાની જોગવાઈ અમલમાં આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ બિલ 20 ઑગસ્ટે લોકસભામાં અને 21 ઑગસ્ટે રાજ્યસભામાં પસાર થયું હતું.
આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં “ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગુલેશન બિલ” રજૂ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષમાં ડિજિટલ ટેક્નોલોજી ઝડપથી આગળ વધી છે. તેની સાથે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વિકસ્યું છે અને દેશને નવી ઓળખ મળી છે. તેમણે જણાવ્યું કે ગેમિંગ સેક્ટર ત્રણ ભાગમાં વહેંચાય છે –
- ઈ-સ્પોર્ટ્સ : જે સ્ટ્રેટેજિક થિંકિંગ અને ટીમવર્કને પ્રોત્સાહન આપે છે.
- સોશિયલ ગેમ્સ : જેમ કે ચેસ, સુડોકુ, સોલિટેયર, જે મેમરી અને એજ્યુકેશનલ ઉપયોગીતા વધારતી છે.
- ઓનલાઈન મની ગેમ્સ : જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે.
વૈષ્ણવે કહ્યું કે, ઘણા પરિવારો ઓનલાઇન મની ગેમ્સના કારણે કંગાળ થયા છે, છેતરપિંડી વધી છે અને કેટલાક કેસોમાં આત્મહત્યાની ઘટનાઓ પણ નોંધાઈ છે. ગેમિંગ એપ્સમાં ઉપયોગ થતાં ઓપેક અલ્ગોરિધમ્સ ખેલાડીઓને હાર તરફ ધકેલી દે છે.
કર્ણાટકમાં 31 મહિનામાં 32 આત્મહત્યા
મંત્રીએ જણાવ્યું કે કર્ણાટકમાં છેલ્લા 31 મહિનામાં 32 આત્મહત્યા સીધી ઓનલાઈન મની ગેમ્સ સાથે જોડાયેલી મળી છે. મની લોન્ડ્રિંગ અને આતંકવાદી પ્રવૃત્તિઓને સહાય જેવી ગંભીર બાબતો પણ સામે આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઓનલાઈન ગેમિંગને નવું “ડિસઓર્ડર” જાહેર કર્યું છે.
કાયદાનો હેતુ
આ બિલ દ્વારા સરકાર ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવાની છે, જ્યારે મની ગેમિંગને પૂરેપૂરું પ્રતિબંધિત કરવાની છે. ઈ-સ્પોર્ટ્સને આગળ ધપાવવા માટે સત્તાધિકારી સંસ્થા ઉભી કરવાની અને ગેમ મેકર્સને સહાય આપવાની જોગવાઈ છે. વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં સમાજ અને ખાસ કરીને મધ્યમ વર્ગને પ્રાથમિકતા આપી છે, તેથી આ બિલ સમાજના હિતમાં લાવવામાં આવ્યું છે.
જો કે, બિહાર SIR મુદ્દે વિપક્ષના હોબાળાના કારણે બિલ પર ચર્ચા થઈ શકી નહોતી. અંતે આ બિલ વિના ચર્ચા જ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું અને સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી 21 ઑગસ્ટ સુધી સ્થગિત કરી દીધી હતી.
આ પણ વાંચો
- Dharmendra: શોભા દે, “ધર્મેન્દ્રના મૃત્યુ પછી હેમા માલિનીને બાજુ પર રાખવામાં આવી હતી.” તેણીએ કહ્યું, “દુઃખદાયક હશે.”
- દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા બદલ PM modiને વધુ એક સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ઓમાન’ એનાયત
- ukraine: યુક્રેન યુદ્ધ શાંતિ યોજના પર યુએસ-રશિયા વાટાઘાટો તીવ્ર, ક્રેમલિનના રાજદૂત મિયામીની મુલાકાત લેશે
- Cricket: ૧૯ ડિસેમ્બરે ભારત-દક્ષિણ આફ્રિકા ટી૨૦ મુકાબલા માટે મોટેરામાં ટ્રાફિક પ્રતિબંધો જાહેર કરાયા
- Parliament: શાંતિ’ બિલ બંને ગૃહો દ્વારા પસાર થયું, જેનાથી ખાનગી ક્ષેત્ર માટે પરમાણુ ઊર્જાના દ્વાર ખુલ્યા





