ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તાજેતરમાં 100 અને 200 રૂપિયાની નોટોને લઈને મોટી જાહેરાત કરી છે. આરબીઆઈ ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નવી નોટો બહાર પાડશે. આ નોટોની ડિઝાઇન હાલની 100 અને 200 રૂપિયાની નોટો જેવી જ રહેશે.
RBIએ સ્પષ્ટતા કરી છે કે હાલમાં ચલણમાં રહેલી 100 અને 200 રૂપિયાની જૂની નોટો પણ માન્ય ગણાશે. લોકોએ આ અંગે કોઈ પણ ખોટી અફવાઓમાં આવવાની કે ગભરાવાની જરૂર નથી.

નવી નોટોમાં, RBIના વર્તમાન ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ જાહેરાતનો મુખ્ય હેતુ ચલણમાં રહેલી વિવિધ નોટોમાં સુસંગતતા જાળવવાનો છે. આરબીઆઈ સમયાંતરે નોટોમાં સુરક્ષા સુવિધાઓ અને ડિઝાઇન અપડેટ કરતી રહે છે, જેથી નકલી નોટોનું ચલણ ઘટાડી શકાય અને સામાન્ય લોકો માટે નાણાકીય વ્યવહારો સરળ બને. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 100 અને 200 રૂપિયાની નવી નોટો જારી કરવા માટેના ઘણા કારણો આપ્યા છે.
રોકડ પુરવઠો જાળવવા માટે:
RBI સમયાંતરે નવા ગવર્નરની સહી સાથે નવી નોટો જારી કરે છે. આનાથી નાણાકીય વ્યવસ્થામાં સ્થિરતા જળવાઈ રહે છે. આ પગલું રોકડનો પુરવઠો જાળવી રાખવા અને બેન્કિંગ સિસ્ટમમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.
નવા ગવર્નરના હસ્તાક્ષર:
નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવશે. નવા ગવર્નરની સહીવાળી નોટો જાહેર કરવી એ એક નિયમિત પ્રક્રિયા છે, જે દરેક નવા ગવર્નરના કાર્યભાર સંભાળ્યા પછી હાથ ધરવામાં આવે છે.
નોટોની ડિઝાઇન:
આ નવી નોટોની ડિઝાઇન હાલની મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની 100 અને 200 રૂપિયાની નોટો જેવી જ હશે. એટલે કે તેમના રંગો, પેટર્ન અને સુરક્ષા સુવિધાઓ વર્તમાન નોટો સાથે સુસંગત રહેશે.