National: દિલ્લીમાં વોટ્સએપ પર અશ્લીલ મેસેજો મોકલતા અને મોડી રાત્રે વિદ્યાર્થીઓને અડપલાં લગાવનાર, શ્રી શારદા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયન મેનેજમેન્ટના કથિત સંત સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફ પાર્થ સાર હાલ ફરાર છે. સ્વામી ચૈતન્યાનંદ એ વિદેશ લઈ જવાની લાલચથી વિદ્યાર્થીઓને ધમકાવ્યા અને કેટલીકને પરીક્ષામાં નાપાસ કરવાનો ભય દર્શાવીને દુર્બળ વર્તન કર્યું. પીડિતાઓએ પોતાની ચેટ્સ અને નિવેદનો દ્વારા આ દુઃખદાયક હકીકત બહાર પાડી છે.
અશ્લીલ મેસેજ અને ધમકીઓ
દિલ્લી પોલીસની FIR મુજબ, સ્વામી ચૈતન્યાનંદ મોડી રાત્રે વિદ્યાર્થીઓને વોટ્સએપ પર અશ્લીલ મેસેજો મોકલતા હતા. કેટલાક મેસેજોમાં તેઓ લખતા હતા કે, “મારા રૂમમાં આવો, હું તમને વિદેશ લઈ જઈશ, કોઈ પૈસા ચૂકવવાની જરૂર નથી. જો તમે મારી વાત ન માનશો તો હું તમને નાપાસ કરી દઈશ.” પીડિતાઓએ જણાવ્યું કે, સ્વામી ધમકી આપતા હતા કે જો કોઈ વિરોધ કરશે તો પરીક્ષાના ગુણ કાપી તેમની કારકિર્દી બરબાદ કરી દેશે.
વોર્ડન પણ સંડોવાયેલા
આ કાવતરમાં બાબા એકલો ગુનેગાર નહોતા. સંસ્થાની ત્રણ મહિલા વોર્ડન પણ વિદ્યાર્થીઓ પર દબાણ માટે સામેલ હતી. પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે, વોર્ડનોએ વિદ્યાર્થીઓને ચૂપ રહેવા માટે મજબૂર કર્યા, તેમનાં મોબાઈલમાંથી ચેટ્સ ડિલીટ કરી અને ફરિયાદ કરવાથી હોસ્ટેલમાંથી કાઢી દેવાની ધમકી આપી. તમામ ત્રણ વોર્ડનના નિવેદનો પોલીસે નોંધ્યા છે, અને તેમની ભૂમિકાની તપાસ ચાલુ છે.
ફરિયાદ બાદ ગુનો નોંધાયો
4 ઓગસ્ટ, 2025ના રોજ શ્રી શ્રૃંગેરી મઠના સંચાલક પી.એ. મુરલીએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં જણાવાયું હતું કે, સ્વામી ચૈતન્યાનંદે EWS (આર્થિક રીતે નબળા વિભાગ)ની વિદ્યાર્થીનીઓનો જાતીય શોષણ કર્યો. પોલીસે તપાસ શરૂ કરી અને સત્ય સામે આવ્યું.
સીસીટીવી ફૂટેજ અને પુરાવા નષ્ટ કરવાની કોશિશ
જ્યારે પોલીસે ઈન્સ્ટીટ્યૂટના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ત્યારે છેલ્લા કેટલાક દિવસોનું રેકોર્ડિંગ ડિલીટ થઈ ગયું હતું. શંકા છે કે વોર્ડન અને સ્વામી ચૈતન્યાનંદે પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ડીવીઆર ફોરેન્સિક લેબ મોકલવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન પણ ફોરેન્સિક તપાસ માટે લેવાયા છે, કારણ કે ચેટ્સ ડિલીટ કરી દેવામાં આવી હતી. ડિલિટ થયેલા ડેટાને રિકવર કર્યા બાદ કેસ વધુ મજબૂત બનશે.
વિદેશી કનેક્શન અને ફરાર
FIR દાખલ સમયે સ્વામી લંડનમાં હતા. તેમનું છેલ્લું લોકેશન આગ્રામાં ટ્રેસ થયું છે. પોલીસને શંકા છે કે તેઓ વિદેશ ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતા, તેથી લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરાયો. તપાસમાં જાણવા મળ્યું કે, બાબા પાસે ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી વોલ્વો કાર હતી, જે કોઈ બીજાના નામે રજિસ્ટર્ડ હતી, જે તેમના વિદેશી નેટવર્ક પર શંકા ઊભી કરે છે.
ધરપકડ ટાળવા માટે સ્વામી હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી, પરંતુ સુનાવણી પહેલાં જ અરજી પાછી ખેંચી. પોલીસ સૂત્રો જણાવે છે કે, તેની ઝડપથી પીછો કરતી પોલીસને ચકાસવા માટે આ એક કાવતરું જ હતું.
આ પણ વાંચો
- National: સ્વામી ચૈતન્યાનંદ પર 17 છોકરીઓને યૌન શોષણનો આરોપ, તેની વોટ્સએપ ચેટ્સ સામે આવી
- National: દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓને મોટી ભેટ, કેન્દ્ર સરકારે જાહેર કર્યો 78 દિવસનો બોનસ
- Gandhinagar: અડાલજ લૂંટ-મર્ડર કેસના મુખ્ય આરોપી “સાયકો કિલર” વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત
- BCI ના નિર્દેશો પછી ગુજરાત બાર કાઉન્સિલે 53,000 વકીલોને ચકાસણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો
- Jamnagar: ભયાનક અકસ્માત, લગ્ન પહેલાં જ PGVCL કર્મચારી યુવાનનું કરુણ મોત