ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે.

ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે. અગાઉ, NIA ટીમે આતંકવાદી હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી. આ હુમલો આ મહિનાની 22મી તારીખે પહેલગામના બૈસરન જંગલ વિસ્તારમાં થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.