યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા અને કોમેડીયન સમય રૈના સહિતના લોકો વિવાદમાં સપડાયા છે. ઈન્ડિયાસ ગોટ લેટેન્ટ નામના સમય રૈનાના શૉમાં એક વિવાદીત ટીપ્પણી કર્યા બાદ રણવીર અલ્હાબાદિયા સામે ત્રણ શહેરોમાં કેસ થયો હતો. આ વિવાદમાં અગાઉ સુપ્રિમ કોર્ટે તમામ કલાકારોની ઝાટકણી કાઢી હતી. જો કે, આ મામલે રણવીરની દલિલો બાદ સુપ્રિમ કોર્ટે માર્મિક ટકોર કરી અને રણવીરનો તેનો પોતાનો શૉ ચાલુ કરવા વચગાળાની રાહત આપી છે.
સમય રૈના દ્વારા ઈન્ડિયાસ ગોટ લેટેન્ટ નામનો એક હાસ્ય શૉ યુટ્યુબ પર ચલાવવામાં આવી રહ્યો હતો. આ શૉમાં અગાઉ અનેક કલાકારો દ્વારા વિવાદીત ટીપ્પણી કરાઈ હતી. હાસ્યના ઓથા હેઠળ ન્યુડીટીને કેન્દ્રમાં રાખી ટી.આર.પી. લઈ રહેલા સમય રૈનાના શૉમાં રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતાના સંભોગ સબંધે એક બિભત્સ કોમેન્ટ કરી. આ સિવાય શૉમાં ભાગ લેવા પહોંચેલા કન્ટેન્ટન્સ સાથે પણ ખૂબ બિભત્સ ભાષામાં વાત કરી હતી.

આ મુદ્દો છંછેડાયો અને તેમાં ત્રણેક શહેરોમાં રણવીર અલ્હાબાદિયા અને ઈન્ડિયાસ ગોટ લેટેન્ટના અન્ય કલાકારો સામે ગુના નોંધાયા. તે બાદ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો અને સુપ્રિમ કોર્ટે અગાઉની સુનાવણીમાં રણવીર અલ્હાબાદિયા સહિતના અન્ય કલાકારોને કડક ભાષામાં શાનમાં રહેવા આદેશ કર્યો હતો અને તમામ શૉ બંધ કરાવ્યા હતા. વિવાદ થતા સમય રૈનાએ પોતાની યુટ્યુબ ચેનલ પરથી ઈન્ડિયાસ ગોટ લેટેન્ટના તમામ એપીસોડ દૂર કરી નાખ્યા હતા. જો કે, આજે ફરી સુનાવણીમાં રણવીરની દલિલો બાદ કોર્ટે માર્મિક ટકોર કરી વચગાળાની રાહત આપી તેના પોતાનો શૉ ટોક વિથ રણવીર ચાલુ કરવવા માટે મંજૂરી આપી છે.
શું કહ્યું સુપ્રિમ કોર્ટે?
- સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયાને તેમના પોડકાસ્ટ ‘ધ રણવીર શો’ ચાલુ રાખવાની મંજૂરી આપી છે, પરંતુ કેટલીક શરતો પણ મૂકી છે.
- રણવીર પોતાના શોમાં કોઈપણ પ્રકારની અશ્લીલતા કે અભદ્રતા નહી બતાવે.
- અભિવ્યક્તિની સ્વતંત્રતાની પણ મર્યાદા હોય છે.
- તમારા મગજમાં ગંદકી ભરેલી છે.
- તમે પ્રખ્યાત થઈ ગયા છો, તો શું તમને કંઈપણ બોલવાનું લાઇસન્સ છે?
- કોર્ટે રણવીરને કહ્યું કે, “તમે લોકોના માતાપિતાની બેઇજ્જતી કરી રહ્યા છો.
- આ વિકૃત માનસિકતા છે. તમે અને તમારા સાથીદારોએ વિકૃતિ પ્રદર્શિત કરી છે
- તમે આ પ્રકારના નિવેદન કરી સસ્તી લોકપ્રિયતા હાંસલ કરી શકો તો અન્ય કોઇપણ આવું કરી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરી શકે છે.”
- સભ્યતા અને નૈતિકતા જાળવો.
- સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયાના પાસપોર્ટને પોલીસમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.
- સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયા સામે મુંબઈ, આસામ અને જયપુરમાં નોંધાયેલી FIR માં વચગાળાની રાહત આપી અને તેની ધરપકડ ન કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો..
- Jammu Kashmirમાં જ્યાં જુઓ ત્યાં તબાહી, વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત
- Horoscope: 27 ઓગસ્ટે મેષ થી મીન રાશિ માટે દિવસ કેવો રહેશે, વાંચો આજનું રાશિફળ
- Trump: ટ્રમ્પે કહ્યું – EU સહિત ઘણા દેશો સાથે ઐતિહાસિક વેપાર કરારો, હવે અબજો ડોલર યુએસ તિજોરીમાં આવી રહ્યા છે
- Ukraine: યુક્રેન શાંતિ મંત્રણા વચ્ચે રશિયા-અમેરિકન ઊર્જા રાજદ્વારી તીવ્ર, સખાલિન-1 પ્રોજેક્ટ પર ચર્ચા
- Kuwait: ભારત-કુવૈત સંબંધોને નવી ગતિ, 7મા રાઉન્ડની વાટાઘાટોમાં ઊર્જાથી સંરક્ષણ પર સર્વસંમતિ