આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કારો -પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એમ ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવશે.

નવી દિલ્હી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કરશે. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ પુરસ્કારો – પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એમ ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે. ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યાએ જાહેર થયેલા પદ્મ પુરસ્કારોના વિતરણ સમારોહનું આયોજન આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. પદ્મ પુરસ્કારોનું વિતરણ બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં આજે 71 વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે, જેમાં 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી સામેલ છે. બાકીના 68 પદ્મ વિજેતાઓને આગામી મહિને બીજા તબક્કામાં સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ પુરસ્કારો એનાયત કરશે.

આ વર્ષે કુલ 139 વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી સામેલ છે. 13 વ્યક્તિઓને મરણોત્તર પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, જેમાં ભોજપુરી ગાયિકા શારદા સિંહા, સુઝુકી કંપનીના ઓસામુ સુઝુકી અને મનોહર જોશીના નામ સામેલ છે. આ વખતે પુરસ્કાર પ્રાપ્ત કરનારાઓમાં 23 મહિલાઓ છે, અને 10 વિદેશી, એનઆરઆઈ, પીઆઈઓ, ઓસીઆઈ શ્રેણીના વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

પદ્મ વિભૂષણ (7)

  • દુવ્વુર નાગેશ્વર રેડ્ડી
  • પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જગદીશ સિંહ ખેહર
  • કુમુદિની રજનીકાંત લાખિયા
  • લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમ
  • એમ.ટી. વાસુદેવન નાયર (મરણોત્તર)
  • ઓસામુ સુઝુકી (મરણોત્તર)
  • શારદા સિંહા (મરણોત્તર)

પદ્મ ભૂષણ (19)

  • એ સૂર્ય પ્રકાશ
  • અનંત નાગ
  • બિબેક દેબરોય (મરણોત્તર)
  • જતિન ગોસ્વામી
  • જોસ ચાકો પેરિયાપ્પુરમ
  • કૈલાશ નાથ દીક્ષિત
  • મનોહર જોશી (મરણોત્તર)
  • નલ્લી કુપ્પુસ્વામી ચેટ્ટી
  • નંદમુરી બાલકૃષ્ણ
  • પી.આર. શ્રીજેશ
  • પંકજ પટેલ
  • પંકજ ઉધાસ (મરણોત્તર)
  • રામબહાદુર રાય
  • સાધ્વી ઋતંભરા
  • એસ અજિત કુમાર
  • શેખર કપૂર
  • શોભના ચંદ્રકુમાર
  • સુશીલ કુમાર મોદી (મરણોત્તર)
  • વિનોદ ધામ

પદ્મશ્રી (113)

  • અદ્વૈત ચરણ ગડનાયક
  • રામચંદ્ર પાલવ
  • અજય વી ભટ્ટ
  • અનિલ કુમાર બોરો
  • અરિજીત સિંહ
  • અરુંધતિ ભટ્ટાચાર્ય
  • અરુણોદય સાહા
  • અરવિંદ શર્મા
  • અશોક કુમાર મહાપાત્ર
  • અશોક લક્ષ્મણ સરાફ
  • આશુતોષ શર્મા
  • અશ્વિની ભિડે દેશપાંડે
  • બૈજનાથ મહારાજ
  • બેરી ગોડફ્રે જોન
  • બેગમ બતૂલ
  • ભરત ગુપ્ત
  • ભેરૂ સિંહ ચૌહાણ
  • ભીમ સિંહ ભાવેશ
  • ભીમવ્વા ડોડ્ડાબલપ્પા શિલ્લેક્યથારા
  • બુધેન્દ્ર કુમાર જૈન
  • સી.એસ. વૈદ્યનાથન
  • ચૈતરામ દેવચંદ પવાર
  • ચંદ્રકાંત શેઠ (મરણોત્તર)
  • ચંદ્રકાંત સોમપુરા
  • ચેતન ઈ ચિટનીસ
  • ડેવિડ આર સિમલીહ
  • દુર્ગા ચરણ રણબીર
  • ફારૂક અહમદ મીર
  • ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ
  • ગીતા ઉપાધ્યાય
  • ગોકુલ ચંદ્ર દાસ
  • ગુરુવાયુર દોરાઈ
  • હરચંદન સિંહ ભટ્ટી
  • હરિમન શર્મા
  • હરજિંદર સિંહ શ્રીનગર વાળે
  • હરવિંદર સિંહ
  • હસન રઘુ
  • હેમંત કુમાર
  • હૃદય નારાયણ દીક્ષિત
  • હ્યુગ અને કોલીન ગેંટ્ઝર (મરણોત્તર) (યુગલ)
  • ઇનિવલપ્પિલ મણિ વિજયન
  • જગદીશ જોશીલા
  • જસપિંદર નરૂલા
  • જોનાસ મસેટ્ટી
  • જોયનાચરણ બાથરી
  • જુમદે યોમગામ ગામલીન
  • કે. દામોદરન
  • કે.એલ.કૃષ્ણા
  • કે.ઓમાનકુટ્ટી અમ્મા
  • કિશોર કુણાલ (મરણોત્તર)
  • એલ. હંગથિંગ
  • લક્ષ્મીપતિ રામસુબ્બૈયર
  • લલિત કુમાર મંગોત્રા
  • લામા લોબ્ઝાંગ (મરણોત્તર)
  • લીબિયા લોબો સરદેસાઈ
  • એમ.ડી. શ્રીનિવાસ
  • મદુગુલા નાગફણી સરમા
  • મહાવીર નાયક
  • મમતા શંકર
  • મંદા કૃષ્ણ મડિગા
  • મારુતિ ભુજંગરાવ ચિતામપલ્લી
  • મિરિયાલા અપ્પારાવ (મરણોત્તર)
  • નાગેન્દ્ર નાથ રોય
  • નારાયણ (ભુલઈ ભાઈ) (મરણોત્તર)
  • નરેન ગુરુંગ
  • નીરજા ભટલા
  • નિર્મલા દેવી
  • નીતિન નોહરિયા
  • ઓંકાર સિંહ પાહવા
  • પી. દત્ચનમૂર્તિ
  • પંડી રામ મંડાવી
  • પરમાર લવજીભાઈ નાગજીભાઈ
  • પવન ગોયનકા
  • પ્રશાંત પ્રકાશ
  • પ્રતિભા સત્પથી
  • પુરીસાઈ કન્નપ્પા સંબંદન
  • આર અશ્વિન
  • આર.જી. ચંદ્રમોગન
  • રાધા બહેન ભટ્ટ
  • રાધાકૃષ્ણન દેવસેનાપતિ
  • રામદરશ મિશ્રા
  • રણેન્દ્ર ભાનુ મજૂમદાર
  • રતન કુમાર પરિમૂ
  • રેબા કાંત મહંત
  • રેન્થલેઈ લાલરાણા
  • રિકી જ્ઞાન કેજ
  • સજ્જન ભજનકા
  • સેલી હોલકર
  • સંત રામ દેસવાલ
  • સત્યપાલ સિંહ
  • સીની વિશ્વનાથન
  • સેતુરામન પંચનાથન
  • શેખા અલી અલ-જબર અલ-સબા
  • શીન કાફ નિઝામ (શિવ કિશન બિસ્સા)
  • શ્યામ બિહારી અગ્રવાલ
  • સોનિયા નિત્યાનંદ
  • સ્ટીફન નેપ
  • સુભાષ ખેતુલાલ શર્મા
  • સુરેશ હરિલાલ સોની
  • સુરિન્દર કુમાર વાસલ
  • સ્વામી પ્રદીપ્તાનંદ (કાર્તિક મહારાજ)
  • સૈયદ ઐનુલ હસન
  • તેજેન્દ્ર નારાયણ મજૂમદાર
  • થિયામ સૂર્યમુખી દેવી
  • તુષાર દુર્ગેશભાઈ શુક્લા
  • વદિરાજ રાઘવેન્દ્રાચાર્ય પંચમુખી
  • વાસુદેવ કામથ
  • વેલુ આસાન
  • વેંકપ્પા અંબાજી સુગતેકર
  • વિજય નિત્યાનંદ સૂરીશ્વર જી મહારાજ
  • વિજયલક્ષ્મી દેશમાણે
  • વિલાસ ડાંગરે
  • વિનાયક લોહાની

Also Read: