Valsad: ગુજરાતના કચ્છ અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે હવે વહેલી સવારે વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.7 નોંધવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડથી 39 કિમી દૂર નોંધવામાં આવ્યું છે તો કેટલાક ગામો સહિત આજુબાજુમાં વહેલી સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.

મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે 4:35 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.7 નોંધવામાં આવી હતી. જેનું એ.પી. સેન્ટર વલસાડથી 39 કિમી દૂર નોંધાયું હતું. વહેલી સવારે પાલઘર જિલ્લાના તલાસરીમાં વારાફરતી ભૂકંપના બે હળવા આંચકા અનુભવાયા હતા. ઊંચી બિલ્ડીંગોમાં રહેતા લોકોએ ભૂકંપ અનુભવ્યો હતો. જેન લઈને લોકોમાં ભયનો માહોલ છે.

ભૂકંપના આંચકાનો અનુંભવ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે.