ધોરાજી તાલુકાના પાટણવાવમાં ઓસમ ડુંગર પર બિરાજતા માત્રી માતાજીના સાનિધ્યમાં તળેટીમાં તેમજ ધ્રોલ નજીક ભુચર મોરી મેદાનમાં ઐતિહાસિક Lok Melaનો પ્રારંભ થયો છે. પાટણવાવ ખાતે મેળાની સાથોસાથ મંદિરના મહંતના નેતૃત્વમાં નિશાન સાથે શોભાયાત્રા યોજાઈ હતી.

ધ્રોલ નજીક ભુચર મોરીના ઐતિહાસિક મેદાનમાં આયોજિત ભાગળ Lok Melaમાં ઉમટ્યું માનવ મહેરામણ

ચોમાસા દરમિયાન ઓસમ ડુંગર ઉપર તેમજ તળેટી વિસ્તારમાં નૈસર્ગિક સૌંદર્ય સોળે’ય કળાએ ખીલી ઊઠયું છે. અહીં તળેટીમાં પ્રાચીનકાળથી શોભાયાત્રા યોજાય છે. એ પરંપરામુજબ આગેવાનોની હાજરી સાથે માત્રી માતાજી મંદિરના મહંત જયવંતપુરી બાપુના નેતૃવ્યાં નિશાન સાથે શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં | સાધં સંતો, માત્રી માતાજીના ભાવિક ભકતો મોટી સંખ્યામાં જોડાયા હતા. તે અણી ડુંગર ઉપર બે શિવાલયો અને તળાવો આવેલા છે. તેમજ પાંડવકાળના સ્મૃતિચિહન આવેલા છે. અહીં વર્ષોથી કલેકટર તંત્ર દ્વારા | લોકમેળો યોજાય છે. આ મેળો ભાદરવી અમાસ, એકમ અને બીજ એમ ત્રણ દિવસ રહે છે.

ધ્રોલ નજીક ઐતિહાસિક ભૂચર મોરીના મેદાનમાં વર્ષો જૂની પરંપરા મુજબ દર વર્ષે શ્રાવણ વદ તેરસ, ચૌદશ, અમાસ એમ ત્રણ દિવસ લોકમેળો યોજાય છે. પરંતુ કલેકટર તંત્ર દ્વારા મેળાની મંજૂરી મળતા તા.૧- ૨-૩ એમ ત્રણ દિવસના મેળાનું આયોજન કરાયું છે. જેનું ઉદ્દઘાટન મનોકામના હનુમાનજી મંદિરના મહંત નરસંગદાસજી મહારાજે કરી મેળાને ખુલ્લો મુક્યો છે. મેળાનો પ્રારંભ થતાં જ સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારમાંથી માનવ મહેરામણ ઊમટી પડયો હતો.