Jamnagar શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં આવેલી શિવમ સોસાયટી ત્રણના રહેવાસીઓ છેલ્લા દોઢ મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા સોસાયટીના આંતરિક રસ્તાનું ખોદકામ કરાયા બાદ કામ આગળ ન વધતા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, અને આ ગંભીર સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન ન અપાતા આખરે ત્રસ્ત થયેલા રહીશો દ્વારા ગઈકાલે સત્યમ કોલોનીના મુખ્ય રસ્તા પર ઉતરી આવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, દોઢ મહિના જેટલા લાંબા સમયથી કોન્ટ્રાક્ટરે સોસાયટીનો રોડ ખોદીને જેમતેમ હાલતમાં મૂકી દીધો છે, જેના કારણે સમગ્ર સોસાયટીમાં અવરજવર દુષ્કર બની ગઈ છે, ખાસ કરીને આ કાચા અને ખોદેલા રસ્તા પરથી રાહદારીઓને ચાલવામાં અતિ મુશ્કેલીઓ પડે છે અને વૃદ્ધો માટે તો આ રસ્તો અત્યંત જોખમી બની ગયો છે, જેના કારણે નાના-મોટા અકસ્માતો અને જાનહાનિનો ભય સતત સતાવી રહ્યો છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર ગોપાલ સોરઠીયાને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા પણ કોઈ નક્કર કાર્યવાહી કે ધ્યાન આપવામાં ન આવતાં રહેવાસીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો.
આખરે સોસાયટીના રહીશો, જેમાં ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ હતી, તેમણે કોન્ટ્રાક્ટરની બેદરકારી તથા તંત્રની નિષ્ક્રિયતા સામે પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કરવા માટે સત્યમ કોલોનીના મુખ્ય રોડ પર બેસી જઈને રસ્તો બ્લોક કર્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિસ્થિતિ વણસે મતે પહેલા તેને કાબુમાં લેવા માટે સીટી સી. ડિવિઝનના પીએસઆઈ બરબસિયા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને રહેવાસીઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો, જોકે રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની રહેવાસીઓની માંગ યથાવત રહી છે અને જો ટૂંક સમયમાં કામ શરૂ નહીં થાય તો ફરીથી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો..
- Putin: પોલેન્ડે પુતિનની ધરપકડ કરવાની ધમકી આપી, આનો ટ્રમ્પ સાથે શું સંબંધ છે?
- Gaza: ગાઝા યુદ્ધવિરામ વચ્ચે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ઇઝરાયલ કેમ પહોંચ્યા? તેઓ નેતન્યાહૂ સાથે શું ચર્ચા કરશે?
- China: રેર અર્થ ગેમમાં ચીનનું પતન નિશ્ચિત, ભારતને એક મોટો ખજાનો મળ્યો છે!
- Diwali: ગુજરાતમાં દિવાળીના દિવસે ૫,૪૦૦ થી વધુ કટોકટીના કેસ નોંધાયા, જે ૨૦૨૪ ની સરખામણીમાં ૧૨% નો વધારો છે: EMRI રિપોર્ટ
- Zohran Mamdani એ ઇમામ સિરાજ વહાહજ સાથે ફોટો પડાવ્યો, જેનાથી ટ્રમ્પ ગુસ્સે થયા