Jamnagar : પાકિસ્તાન દ્વારા ભારતના જુદા જુદા શહેરો પર ડ્રોન મારફતે હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર શહેર ઉપર પણ પાકિસ્તાન દ્વારા ડ્રોન મારફતે હુમલો કરાયો હોવાની અને તે ડ્રોનને ભારતીય સૈન્યએ તોડી પાડ્યું હોવાના અહેવાલો વહેતા થયા છે.

સવારે 4.30 વાગ્યાના અરસામાં જામનગર ઉપર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હોવાની તેમજ તે ડ્રોન ને તોડી પાડ્યાની વાત વહેતી થઈ હતી, અને સોશિયલ મીડિયા તેમજ કેટલીક ટીવી ચેનલ મારફતે આ સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા.
દરમિયાન જામનગર જિલ્લા ના ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના કંટ્રોલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેમાં આ ડ્રોન થી હુમલાની વાત એક માત્ર અફવા હોવાનું જણાવ્યું છે

તેમજ આવી કોઈ માહિતી ભારતીય સુરક્ષા એજન્સીઓ તરફથી આપવાની નથી અને આ પ્રકારની અફવા પર ધ્યાન નહીં જવા માટે કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયું છે ઉપરાંત આ એક માત્ર અફવા હોવાની પણ કંટ્રોલરૂમમાં વિશેષથી નોંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો..