Jamnagar પોલીસે શહેરમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે 285 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આજે જિલ્લા પોલીસ વડાએ અસામાજીક તત્વોને ચેતવણી આપવા ઉપરાંત સૂચનાઓ આપી હતી. અને ટપોરીગીરી કરતા લોકો સામે કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
Jamnagar પોલીસે આ સર્વેક્ષણ દ્વારા અસામાજિક તત્વોની ગુનાહિત પ્રવૃત્તિઓ, તેમના રહેઠાણ અને તેમની સાથે સંકળાયેલા લોકો વિશે માહિતી એકત્રિત કરી છે. આ માહિતીનો ઉપયોગ ગુનાખોરીને રોકવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવશે.
Jamnagar પોલીસ દ્વારા લેવામાં આવેલ આ પગલું શહેરના નાગરિકોની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી ગુનાખોરીમાં ઘટાડો થશે અને લોકોમાં સુરક્ષાની ભાવના વધશે. આ માટે જામનગર પોલીસે 285 ઈસમોનો સર્વે કર્યો છે. તો સાથે જ છેલ્લા 24 કલાકમાં 46 આરોપીને ઝડપી પાડ્યા છે અને તમામની અટકાયત કરી લોકલ ક્રાઈમ બ્રાંચમાં હાજર કરાયા છે.
ઉલ્લેખીય છે કે, ગુજરાતના અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે અસામાજીક તત્વોએ આખો રોડ બાનમાં લઈ જાહેરમાં તલવારો અને મારક હથિયારોથી લોકોને માર્યા હતા અને આતંક મચાવ્યો હતો. જે બાદ કાયદો અને વ્યવસ્થા કથળી હોવાની ચર્ચાઓ ઉઠી અને આ કલંક માથે ન લાગે તે માટે રાજ્ય પોલીસ વડાએ ગુજરાતના તમામ પોલીસ મથકમાં રહેતા અસામાજીક તત્વોની યાદી મંગાવી હતી.
આ પણ વાંચો..
- Rajkot: 70 લાખ રૂપિયાના વીમા પૉલિસી માટે કરી તેના પિતાની હત્યા, વિદેશ જવા માંગતો હતો પુત્ર
- ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ અધ્યાય-2’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા CM Bhupendra Patel
- ક્યાંય ખોટું થતું હશે તો અમે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી લોકો માટે અવાજ ઉઠાવીશું : Dharmesh Bhanderi
- Horoscope: બધી 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ
- Dhurandhar: ધુરંધર” ફિલ્મનો અસલી રહેમાન ડાકુ કોણ હતો, જેનો ડર કરાચીમાં છવાઈ ગયો હતો?





