Jamnagar : જામનગરની ભાગોળે ઠેબા રોડ પર આજે સવારે માર્ગ ઉપર બંધ પડેલા ટ્રકની સાથે જી.જે. 10 સી.એન. 8900 નંબરની કાર ધડાકાભેર અથડાઈ પડી હતી. જે કારની ટક્કર એટલી જોરદાર હતી, કે કાર પડીકું વળી ને ટ્રકની પાછળની બોડી માં ઘૂસી ગઈ હતી, અને કારનો ભૂકકો બોલી ગયો હતો.

જે અકસ્માતમાં કાર ના ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો. જેને આસપાસના વિસ્તારના લોકોએ એકત્ર થઈને બહાર કાઢી લીધો હતો, અને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો.

ઉપરોક્ત અકસ્માતના બનાવની જાણ થતાં પંચ કોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો..