Jamnagar : ગુલાબનગર રેલવે ઓવરબ્રિજ નીચે થી ચાલુ ટ્રેનમાં ફેંકી દઇ વડોદરા ના દિવ્યાંગ યુવાનની હત્યા નીપજવાના આરોપસર પકડાયેલા જામનગરના બે આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા છે.

વડોદરાના વતની હિતેશભાઈ કાનજીભાઈ મિસ્ત્રી (ઉંમર વર્ષ ૩૫)કે જેઓને જામનગર રેલવે સ્ટેશન માંથી હાપા તરફ જવા નીકળેલી ટ્રેન માંથી ફેકી દઈ હત્યા નીપજાવી હતી, જે હત્યાના બનાવ બાદ રેલવે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરીને જામનગરના બે આરોપીઓને રેલ્વેની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરીને બે આરોપીઓને ઝડપ્યા છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતાં હાજી અયુબ કાતીયા (ઉમર વર્ષ ૩૫) તેમજ એકડે એક બાપુની દરગાહ પાસે રહેતો સદામ કાસમભાઈ કાચલીયા (૩૨), કે જે બંને વિકલાંગના ડબ્બામાં ચડ્યા હતા. અને જે ડબ્બામાં મૃત્યુ પામનાર હિતેશભાઈ મિસ્ત્રી સાથે જીભાજોડી કરી તેઓને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધા હતા, અને બનાવ હત્યામાં પટાયો હતો.

જે બાદ જામનગરની અદાલતમાં રજૂ કર્યા હતા જયાં બંનેને એક દિવસના રિમાન્ડ પર લેવા હુકમ થયો છે. પોલીસ દ્વારા તેની ઓળખ પરેડ કરાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો..