Gujarat : ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદીલીના માહોલમાં આવશ્યક સેવાઓ જો યુદ્ધ થાય તો પણ જળવાઇ રહે, તે માટે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓમાં નાગરિકોની સલામતી અને તકેદારી માટે સર્વોત્તમ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
ગઇકાલે રાજયના મુખ્યમંત્રીએ આપાતકાલિન સ્થિતિમાં સંપર્ક જળવાઇ રહે તે માટે હોટલાઇન, સેટેલાઇટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માઘ્યમોની ચકાસણી કરી લેવાની તાકિદ સાથે સરહદી ગામોમાં ઇવેકયુએશન પ્લાન કાર્યરત કરવા ઉપરાંત ખોરાક, પાણી અને અન્ય સંશાધનોની સાથે જો યુદ્ધ થાય તો રાતના ભાગમાં અંધારપટ રાખવાનો નિયમ છે, છતાં વીજ પૂરવઠો આવશ્યક સેવાનો ભાગ હોવાથી વ્યવસ્થા ખોરવાય નહીં તેની તકેદારી રાખવાની હોય છે.
પરંતુ પશ્ર્વિમ ગુજરાત વીજ કંપનીના જામનગર સર્કલનું નગરસીમ સબ ડિવિઝનનું તંત્ર કુંભકર્ણની ભૂમિકામાં હોય તેવું દેખાઇ રહ્યું છે. તંત્ર કુંભકર્ણની ભૂમિકામાં હોય તેવું દેખાઇ રહ્યું છે.
નગરસીમ સબ ડિવિઝન વિસ્તારમાં ઠેક-ઠેકાણે વીજપોલ અને ટ્રાન્સફોર્મર વેલાઓથી ઢંકાઇ ગયા છે. છેલ્લા એક વર્ષમાં આ સબ ડિવિઝનમાં કોઇ મેઇન્ટેનન્સની કામગીરી થઇ જ ન હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ત્યારે રૂટિન કામગીરીમાં જ બેદરકાર રહેતું તંત્ર આપાતકાલિન સ્થિતિમાં શું કરી શકશે તેવા પ્રશ્નો સર્જાઇ રહ્યા છે.
આ પણ વાંચો..
- Horoscope: કોની પર રહેશે લક્ષ્મીજીની કૃપા, જાણો તમારું રાશિફળ
- Iskon: અમેરિકામાં ઇસ્કોન મંદિર પર ગોળીબાર, ભારતે તીવ્ર નારાજગી વ્યક્ત કરી; કડક કાર્યવાહીની માંગ
- America: એક અમેરિકન બી-2 બોમ્બર વિમાન ગુમ થયું, શું આમાં ઈરાનનો હાથ છે કે કોઈ અન્ય રહસ્ય…
- Space Station પહોંચેલા શુભાંશુ શુક્લાએ પોતાનું ખાસ મિશન શરૂ કર્યું, જાણો આનો શું ફાયદો થશે
- Pakistan માં આતંકવાદીઓએ તબાહી મચાવી, પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો; બેંકોમાં આગ લગાવી