PM Modi બાદ વધુ એક દિગ્ગજે વનતારાની મુલાકાત લીધી છે. આ ખતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જામનગરમાં વનતારાની મુલાકાત લીધી છે. જામનગરમાં ભારતમાં રિલાયન્સ દ્વારા સ્થાપિત વન્યજીવોનું વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર અને કૃત્રિમ નિવાસસ્થાન ‘વનતારા’ સ્થાપવામાં આવ્યુ છે.
PM Modiએ થોડા દિવસ પહેલા જ વનતારાની મુલાકાત લીધી હતી, હવે બાબા બાઘેશ્વરધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી વન તારાની મુલાકાત લેવા માટે આવ્યા હતા. તેઓ જામનગર એરપોર્ટ પર મોડી રાત્રે પહોંચ્યા હતા, જ્યાં તેમના અનુયાયીઓ અને સનાતન ધર્મના સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

રિલાયન્સ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેઓ કાર દ્વારા વનતારા પહોંચ્યા હતા. તેમણે દિવસ દરમિયાન વન તારાની મુલાકાત લીધી હતી. વનતારા એ વિશ્વભરના ઘણા મહાનુભાવો અને ધર્મગુરુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
રીલાયન્સના અનંત અંબાણી દ્વારા આ વનતારા કેન્દ્ર બનાવાયુ છે. મુલાકાતે આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વનતારાના ખૂબ વખાણ કર્યા છે. આ સિવાય ધિરેન્દ્ર શાસ્ત્રીએ તેમના અનુયાયીઓને આશીર્વાદ પણ આપ્યા હતા. આ પહેલા PM Modi વનતારાની મુલાકાતે આવ્યા હતા.
આ પણ વાંચો..
- Aurangzebpur નું નામ બદલીને શિવાજી નગર કરાયું, ઈદ પર અનેક સ્થળોના નામ બદલવાની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
- Nepalના સૌથી મોટા બજારમાં 1 કરોડ રૂપિયાની લૂંટ, આંખના પલકારામાં બધું સ્પષ્ટ
- ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ Imran khan, નોબેલ શાંતિ પુરસ્કાર માટે થયા નામાંકિત
- શું rashmika mandana ટાઇપ કાસ્ટ થઈ રહી છે? બેક ટુ બેક 4 ફિલ્મોમાં હીરોની પત્ની બની
- Jammu Kashmir: આતુરતાનો આવશે અંત, કાશ્મીરને મળશે પહેલી વંદેભારત ટ્રેન ભેટ