Lodhika તલુકાના દેવગામ ગામે છેલ્લા પંદર વર્ષથી મનોદિવ્યાંગોની સુશ્રુષા કરવા તેમજ સારવાર અપાવવા સત સેવાભાવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશ્રમ ચાલી રહ્યો છે. જેમાં હાલ ૯૦ જેટલા મનો દિવ્યાંગો આશ્રય લઈ રહ્યાં છે.

Lodhika: દાનવીરોની સખાવતથી ચાલતી પ્રવૃત્તિ, આમ જનતા પાસેથી કોઈ ફંડ લેવામાં આવતું નથી

આશ્રમનાં સંચાલક, સંયોજક | વિષ્ણુબાપુ બારડના જણાવ્યા મુજબ આ પ્રવૃતિ સૌ પ્રથમ નાના પાયે શરૂ કરાઈ હતી. જેમાં રાજકોટ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા | જયાં મનોદિવ્યાંગ મળે ત્યાં તેને સ્નાન કરાવી બાલ દાઢી કરાવી સુઘડ વસ્ત્રો પહેરાવી અને ભોજન કરાવવામાં આવતું હતું. અને બિમાર હોય તો તબીબી સારવાર કરાવવામાં આવતી હતી. આવી પ્રવૃત્તિ લાગલગાટ દશ વર્ષ કર્યા બાદ અહીં મનોદિવ્યાંગો માટેનું આશ્રયસ્થાન બનાવ્યું છે. જેમાં ૧૫ વર્ષથી આ આશ્રમ ચાલે છે અમો તેને પ્રભુજીવ તરીકે ઓળખીયે છીએ. તમામને મેડિકલસારવાર પુરી પાડવામાં આવે છે.

હાલ ૯૦ મનોદવ્યાંગો સારવાર લે છે. આશ્રમની વિશેષતા એ છે કે આ પ્રવૃત્તિ માટે મોટા દાનવીરોની સખાવતથી આ પ્રવૃતિ ચાલે છે. અન્યો પાસેથી કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી. આ સ્થળને ગાંડાની મોજ નામ અપાયું છે.