સુરતના ડીંડોલી વિસ્તારના સાડી વેપારીના માતા ગત મંગળવારે સાંજે પાડોશી મહિલા સાથે ડીંડોલી રાજમહેલ મોલની સામે પાણીની ટાંકી પાસે ભરાતા શાકમાર્કેટમાં ખરીદી માટે ગયા હતા ત્યારે કોઈક તેમની નજર ચૂકવી ગળામાંથી રૂ.૧.૫૦ લાખની મત્તાની goldની ચેઈન તોડી ફરાર થઈ ગયું હતું.
સાડીના વેપારીના માતા પડોશી મહિલા સાથે શાકભાજી ખરીદવા ગયા ત્યારે કોઈ ચેઈન સેરવી ગયું
goldની ચેઈન નહોતી.આથી તેમણે તે વિસ્તારમાં તપાસ કરી હતી. પણ ચેઈન મળી નહોતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો | મુજબ સુરતના ડીંડોલી ડી માર્ટ પાસે ઉમિયા બંગ્લોઝ પ્લોટ નં.૨૨ માં રહેતા ૩૨ વષીય જીગરભાઇ વિષ્ણુભાઇ પટેલ સારોલી સ્થિત રઘુવીર પ્લેટીનમ માર્કેટમાં વી.જે.ફેશનના નામે સાડીની દુકાન ધરાવે છે.
ગત મંગળવારે સાંજે તેમના માતા રમીલાબેન પાડોશમાં રહેતા હંસાબેન પટેલ સાથે ડીંડોલી રાજમહેલ મોલની સામે પાણીની ટાંકી પાસે ભરાતા શાકમાર્કેટમાં ખરીદી માટે ગયા હતા.બંને ખરીદી કરી ઘરે પરત ફરતા હતા ત્યારે રમીલાબેને ગળામાં નજર કરતા રૂ.૧.૫૦ લાખની મત્તાની બે તોલાની ઘરે પહોંચેલા રમીલાબેને પરિવારજનોને જાણ કર્યા બાદ રાત્રે જીગરભાઈ ઘરે આવતા તેમને પણ વાત કરતા તેમણે રાત્રે શાકમાર્કેટ જઈ ચેઈનની તપાસ કરી હતી, પણ ચેઇન મળી નહોતી. આથી કોઈકે નજર ચૂકવીને ચેઈનની ચોરી કરી હોવાની ફરિયાદ તેમણે બાદમાં ડીંડોલી પોલીસ મથકમાં નોંધાવતા પીએસઆઈ પી.આઈ.દેસાઈએ વધુ તપાસ હાથ ધરી છે.