આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારીGujaratની મહિલાઓ 30 વર્ષથી ભાજપને વોટ આપે છે તો ગુજરાતની મહિલાઓને સાથે અન્યાય કેમ?: Gopal Italiaએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલજીએ Gujaratની મહિલાઓને ગેરંટી આપી હતી કે જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી જીતશે અને સરકાર બનાવશે તો ગુજરાતની તમામ 18 વર્ષથી ઉપરની ઉંમરની બહેનો અને મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ લોકોએ મફતની રેવડી મફતની રેવડી કરીને મહિલાઓને સન્માનમાં મળનારા 1000 રૂપિયાની સન્માન રાશિની તથા મહિલાઓનું અપમાન કર્યું. પરંતુ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના બે મહિના પહેલા ભાજપના સમર્થન વાળી શિંદે સરકારે અરવિંદ કેજરીવાલજીની આ જ મહિલા સન્માન રાશિની યોજનાને મહારાષ્ટ્રમાં લાગુ કરી અને મહારાષ્ટ્રની તમામ બહેનોને દર મહિને ₹1,500 રૂપિયા આપવાની જાહેરાત કરી.
બીજી બાજુ મહારાષ્ટ્રની એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવે છે તેને મહિલા ઉત્થાન માટે યોગ્ય ગણાવ્યું. જે લોકો ગુજરાતમાં રેવડી રેવડી કરતા હતા તે જ લોકો આજે મહારાષ્ટ્રમાં આ યોજનાના નામે વોટ માંગી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત ભૂલી ગયા કે ગુજરાતના ત્રણેય પાડોશી રાજ્ય, રાજસ્થાનમાં મહિલાઓને ગેરંટી આપી કે 450માં ગેસ સિલિન્ડર આપવામાં આવશે, અને સસ્તામાં ગેસ સિલિન્ડર આપ્યા પણ ખરા. મધ્યપ્રદેશમાં નરેન્દ્ર મોદીએ લાડલી યોજના અંતર્ગત મહિલાઓને દર મહિને 1200-3000 આપવાની ગેરંટી આપી. આ રીતે ગુજરાતના ત્રણેય પાડોશી રાજ્યોની મહિલાઓના ઉત્થાન માટે નરેન્દ્ર મોદી આ યોજનાઓ લાવ્યા પરંતુ ગુજરાતમાં આવી લાડલી યોજના કેમ લાવ્યા નહીં? ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય કેમ?
ગુજરાતની મહિલાઓએ 13 વર્ષ સુધી તમને મુખ્યમંત્રી બનાવ્યા, છેલ્લા દસ વર્ષથી તમે પ્રધાનમંત્રી છો, ગુજરાતના ત્રણેય પાડોશી રાજ્યોમાં વારંવાર ભાજપને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડતો હતો માટે ત્યાંની મહિલાઓ માટે તમે લાડલી યોજના લાવ્યા પરંતુ ગુજરાતની મહિલાઓ છેલ્લા 30 વર્ષથી તમને વોટ આપી રહી છે પરંતુ તમે ગુજરાતની મહિલાઓને શું આપ્યું? ગુજરાતની મહિલાઓને પણ દર મહિને 3000 રૂપિયા મળે એ મુદ્દા પર કેમ તમારું કોઈ નિવેદન આવતું નથી? આમ આદમી પાર્ટીની માંગણી છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતી મહિલાઓને પણ દર મહિને 1500 રૂપિયાનો સન્માન રાશિ આપવામાં આવે.