Jamnagar News: ગુજરાતના જામનગર જિલ્લાના એક ગામમાં 32 વર્ષીય મહિલાએ તેના ચાર બાળકો સાથે કૂવામાં કૂદીને કથિત રીતે આત્મહત્યા કરી હતી. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ગુરુવારે મહિલા અને તેના ત્રણથી 10 વર્ષના બાળકોના મૃતદેહ કૂવામાં તરતા જોવા મળ્યા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ધ્રોલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એચ.આર.રાઠોડે જણાવ્યું કે આ ઘટના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં બની હતી.
આ પગલું ભરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભાનુબેન તોરિયાએ તેના બાળકો – 3 વર્ષના રિત્વિક, 4 વર્ષની આનંદી, 8 વર્ષીય અજુ અને 10 વર્ષીય આયુષ સાથે કૂવામાં કૂદી પડયા હતા. એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.આર.રાઠોડે જણાવ્યું કે મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.અને કાયદેસરની કાર્યવાહી મુજબ આગળની તપાસ કરી રહી છે.