Morbiમાં આવેલ ફેકટરીમાં રહીને મજુરી કરતા યુવાનની પત્નીના મોબાઈલમાં અજાણ્યા છોકરાના ફોન આવતા હોવાથી યુવાને પત્ની સાથે ઝઘડો કરી ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દઈને ગંભીર ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હતી. પોલીસે આરોપી પતિને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Morbi: પત્નીના મોબાઈલમાં અજાણ્યા યુવાનના ફોન આવતા ઝગડો કરી છરી ઝીંકનાર પતિની અટક

Morbi: મધ્યપ્રદેશના વતની સુનીલ રાધેશ્યામ માલવીયએ આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીય (રહે. હાલ મુરાનો સિરામિક બેલા તા. મોરબી) વિરુદ્ધ ફરિયાદ ઘા નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યું જેને છે કે, આરોપી કનૈયાલાલની પત્ની ધાપુબાઈ છેલ્લા છ-સાત મહિનાથી વતનમાં રહે છે. તેનો મોબાઈલ ફોન આરોપી કનૈયાલાલ પાસે હતો. જે મૂળ ફોનમાં કોઈ અજાણ્યા છોકરાના ફોન આવતા હોવાથી પત્ની પર શંકા ગઈ હતી. અને પત્ની ધાપુબાઈ તા.૩- ૧૧ના રોજ મુરાનો સિરામિકની લેબર હતો કોલોનીએ આવ્યા હતા. ત્યારે આરોપી પતિએ તારા ફોનમાં કોઈ છોકરાનો ફોન આવે છે.

શું સંબંધ છે કહીને ચારિત્ર્ય પર શંકા કરી ઝઘડો કર્યો હતો. અને આરોપીએ પત્નીને મારી નાખવાના ઈરાદે ગળાના ભાગે છરીના મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. પગલે પત્નીનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપી પતિ કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીયા (ઉ.વ.૩૩, રહે. એમપી)ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતાના વતનમાં નાસી જવાની પેરવી કરતો અને તે અણીયારી ટોલનાકા પાસે ઉભો હતો. જ્યાંથી આરોપીને પોલીસે દબોચી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે