Yatrik Patel AAP: ગુજરાત યુનિવર્સિટીના પેપરમાં છબરડો થતાં AAP વિદ્યાર્થી પાંખ ASAP મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલ, ASAP મહામંત્રી અમદાવાદ શહેર પ્રતીક સોલંકી, ASAP ઉપપ્રમુખ અમદાવાદ શહેર પૃથ્વીરાજ રાઠોડ,ASAP ઉપપ્રમુખ અમદાવાદ શહેર ધ્રુવ જાદવ, ASAP ઉપપ્રમુખ અમદાવાદ રિતિક પ્રજાપતિ, અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ, અમદાવાદ ઉપપ્રમુખ અમિત પંચાલ, યુવા ઉપપ્રમુખ રાજેશ કાંગસીયા, યુવા મંત્રી કશ્યપ પટેલ આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા. યાત્રિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં 24 તારીખના રોજ પેપરમાં છબરડો જોવા મળ્યો હતો જે સંદર્ભે VC મેડમ હાજર નહીં હોવાથી ડેપ્યુટી રજીસ્ટ્રાર પરેશ પ્રજાપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. 24 તારીખે મીડિયા રિસર્ચનું પેપર લેવાનું હતું તેની જગ્યાએ 25 તારીખે થનાર પરીક્ષાનું પેપર વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું હતું. પેપર આપી દીધા ના 30 મિનિટ પછી યુનિવર્સિટીના સત્તાધીશો અને વહીવટી તંત્રને ખબર પડી હતી કે ખોટું પેપર આપી દેવામાં આવ્યું છે. અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કે શું યુનિવર્સિટી સત્તાધીશો અને તંત્ર ઘર ઊંઘમાં હતું?
AAP વિદ્યાર્થી પાંખ ASAP નેતા યાત્રિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ પેપર જેમાં છબરડો થયો છે એમાં સીધો સવાલ પરીક્ષા નિયામક પિયુષ પટેલ ઉપર ઉઠે છે. પિયુષ પટેલ પરીક્ષા નિયામક છે અને રજીસ્ટ્રાર તરીકેનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે. અગાઉ પણ ભ્રષ્ટાચારના આરોપ અને વાદવિવાદમાં પિયુષ પટેલ આવી ચૂક્યા છે. છતાં પણ યુનિવર્સિટીને અને VC મેડમને તેમના પ્રત્યે શું લાગણી છે એ ખબર પડી રહી નથી. શા માટે તેમને હટાવવામાં આવી રહ્યા નથી? કાર્યકારી રજીસ્ટ્રાર તરીકેનો ચાર્જ, પરીક્ષા નિયામક તરીકેનો ચાર્જ તેમને જ આપવામાં આવ્યો તો પછી હવેથી પિયુષ પટેલને જ યુનિવર્સિટી ચલાવવા માટે આપી દો. પિયુષ પટેલને એટલા માટે ચાર્જ આપવામાં આવે છે કારણ કે તેમને ભ્રષ્ટાચાર કરવામાં, છબરડા કરવામાં પીએચડી કરેલી છે. આ સંદર્ભે અમે ડેપ્યુટી રજિસ્ટ્રાર પરેશ પ્રજાપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તેમનું આ ઘટના અંગે ધ્યાન દોર્યું છે. અમે તેમને જણાવ્યું છે કે, આ મુદ્દે પગલાં લેવામાં આવે અને પરીક્ષા નિયામક પિયુષ પટેલની યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવે. અમે અગાઉ કરેલી રજૂઆતો પણ પેન્ડિંગ છે તેનું પણ સમાધાન કરવામાં આવે એવું પણ અમે કહ્યું છે જો આ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ વિદ્યાર્થીઓને સાથે રાખીને અનશન અને આંદોલન કરશે.





