આજે તાલાલા બાગાયત કચેરી ખાતે કેરીની નુકશાનીનું વળતર ચૂકવવા માટે ખેડૂતો દ્વારા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય બાગાયત કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા Pravin Ram પણ જોડાયા હતા.
ફરીથી યોગ્ય સર્વે કરવા માટે ઉગ્ર માંગ
ચાલુ વર્ષે તલાલા પંથક તેમજ સમગ્ર ગીર વિસ્તારમાં આ વખતે કેરીના પાકમાં ખૂબ મોટાપાયે નુકશાની જોવા મળી રહી છે, ખેડૂતો દ્વારા નુકસાનીનું યોગ્ય વળતર આપવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે, ત્યારે આ માંગની વચ્ચે જિલ્લાના મુખ્ય બાગાયત અધિકારી દ્વારા સરકારમાં ખેડૂતોની નુકશાનીનો અહેવાલ લીક થતા એમાં અધિકારી દ્વારા ખેડૂતોને જવાબદાર ઠેરવતા ખેડૂતોમાં વધારે આક્રોશ ફેલાયો હતો અને ફરીથી યોગ્ય સર્વે કરવા માટે ઉગ્ર માંગ ઉઠી હતી.
તાલાલા બાગાયત કચેરી ખાતે હલ્લાબોલ
ફરીથી સર્વે કરવા માટે થોડા દિવસો પહેલા વિજયભાઈ હીરપરા , ધવલભાઈ કોટડીયા તેમજ ખેડૂત આગેવાનો દ્વારા તાલુકાના બાગાયત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, આમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ ખેડૂતો અને ખેડૂત આગેવાનો તેમજ સરપંચોએ તાલાલા બાગાયત કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો, આ ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના નેતા Pravin Ram પણ જોડાયા હતા અને એમણે ખોટા રિપોર્ટ સરકારમાં રજૂ કરનાર જિલ્લાના બાગાયત અધિકારીને તાલાલા ખેડૂતોની રજૂઆત સાંભળવા માટે આવે એ માટે હાજર અધિકારીઓને કહેતા જિલ્લાના મુખ્ય બાગાયત અધિકારી તાલાલા હાજર થયા હતા.
તાલાલા બાગાયત કચેરી ખાતે મુખ્ય બાગાયત અધિકારી હાજર થતા ખેડૂતો વચ્ચે અને અધિકારી વચ્ચે માહોલ ગરમાયો હતો, ખેડૂતો વતી વિજયભાઈ હીરપરા ,અલ્તાફભાઈ અને ધવલ કોટડીયા દ્વારા પ્રશ્નો પૂછાયા હતા અને ત્યારબાદ ખેડૂતો માટે આપનેતા પ્રવીણ રામ દ્વારા બાગાયત અધિકારી વચ્ચે ગરમાવો થયો હતો, આપનેતા પ્રવીણ રામે બાગાયત અધિકારીને એમના બાગાયતના બગીચાઓ ચેક કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના મુખ્ય બાગાયત અધિકારી દ્વારા મીડિયાકર્મી અને ખેડૂતોને ફોનમાં જે ઉડાઉ જવાબો આપવામાં આવ્યા હતા એ બાબતે પ્રવીણ રામે અધિકારીને ઘેરી એમની ઉપર અનેક સવાલો ઉભા કર્યા હતાં
આમ આદમી પાર્ટીના નેતા Pravin Ramએ સવાલો પૂછતા કહ્યું કે “તમે ફોનમાં એક મીડિયા કર્મીને એવું કહ્યું કે હું કેસ કરી દઈશ. બીજા ખેડૂતને એવું કહ્યું કે તું મને પગાર નથી આપતો અને અન્ય કોઈ ખેડૂતને એવું કહ્યું કે તમારે જ્યાં ખીલા મારવા હોય તો મારી દેજો, તો શું આ જવાબો એક અધિકારી તરીકે યોગ્ય છે? તમને પગાર કોણ આપે છે?” આવા સવાલોના હમલા સામે અધિકારીઓ કોઈપણ પ્રકારનો જવાબ આપી શક્યા ન હતા.