આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ Raju Kapardaની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીના નેતાઓ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા જઈ રહ્યા હતા. મનરેગામાં થયેલા કરોડોના કૌભાંડ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા Raju Kaparda મુખ્યમંત્રી સમક્ષ બચુ ખાબડના રાજીનામાં મુદ્દે રજૂઆત કરવા અને બચુ ખાબડનું રાજીનામું માંગવા જઈ રહ્યા હતા. જ્યારે તેઓ વઢવાણ-લીમડી રોડ પરથી શાંતિપૂર્ણ રીતે મુખ્યમંત્રીને મળવા જઈ રહ્યા હતા તે સમયે પોલીસ દ્વારા તાનાશાહી ઢબે તેમની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીની અને રાજુભાઈ કરપડાની એક જ માંગ હતી કે બચુ ખાબડને તાત્કાલિક રાજીનામું અપાવવું જોઈએ.

આમ આદમી પાર્ટીના નેતા Raju Kapardaએ આ કાર્યવાહીને તાનાશાહી ગણાવી અને કહ્યું કે હવે ગુજરાતમાં લોકશાહી પદ્ધતિએ મુખ્યમંત્રીને મળવું પણ શું ગુનો બની ગયો છે? તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે આરોપીનો પિતા પોતે મંત્રી હોય ત્યારે કઈ રીતે કોઈ અધિકારી નિષ્પક્ષ તપાસ કરી શકે? આજે અમે મુખ્યમંત્રી સમક્ષ સ્પષ્ટ માંગણી કરવા જઈ રહ્યા હતા કે બચુ ખાબડની મંત્રીપદેથી તાત્કાલિક હકાલપટ્ટી થવી જોઈએ, જેથી આરોપોની યોગ્ય તપાસ થઇ શકે. તેમણે જણાવ્યું કે તેમની સાથે રહેલા અગ્રણીઓ – વિક્રમભાઈ દવે, કમલેશભાઈ કોટેચા, સતીશભાઈ ગમારા, દીપકભાઈ ચિહલા, દિલીપસિંહ, અભિષેક અને બકુલભાઈની પણ પોલીસે અટકાયત કરી છે. આમ આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર આમ આદમી પાર્ટીનો અને જનતાનો અવાજ દબાવી રહી છે.