આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી Sagar Rabariએ એક વીડિયોના માધ્યમથી બે ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અત્યારે સમગ્ર ગુજરાત બે બાબતની રાહ જોઈ રહી છે. પહેલી બાબત છે કે, ભાજપના આંતરિક રાજકારણમાં પાટીદાર દીકરીનું અમરેલીના જાહેર બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું અને તેનું અપમાન કરવામાં આવ્યું, તો હવે ઉત્તર ગુજરાતમાં 6,000 કરોડનું કૌભાંડ કરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ ક્યારે કાઢવામાં આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.
બીજી એક બાબતની રાહ જોવાઇ રહી છે કે ભાજપના ગૃહમંત્રીના એસપી પ્રેસ કોન્ફરન્સ કરીને ક્યારે જાહેરાત કરે છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી આર પાટીલે જાહેર સ્ટેજ પરથી 6000 કરોડનું કૌભાંડ કરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાનું નામ લીધું હતું અને તેમની સાથે તેમના ફોટા છે તો સી આર પાટીલને પણ તપાસમાં બોલાવવામાં આવશે. તો આ બે બાબતોની ગુજરાતની જનતા રાહ જોઈ રહી છે.