Weather Update: છેલ્લા બે દિવસથી ગુજરાતીઓ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સતત ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને સતત ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે.
મળતી માહિતી અનુસાર રાજ્યમાં બે દિવસ ઠંડા પવન ફૂંકાવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત – સૌરાષ્ટ્રમાં પવન ફૂંકાય તેવી આગાહી કરી છે. 45 થી 55 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાઓ છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.
આ સિવાય 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધતા ઠંડી ઘટે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન રહેતા ઠંડીમાં ઘટાડો થશે. તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 8 ફેબ્રુઆરીમાં પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.જૂનાગઢ, કચ્છ અને રાજકોટમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.