એક તરફ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદી માહોલ જામવા જઈ રહ્યો છે તો બીજી તરફ Gujaratમાં પણ આકરી ગરમી પડવાના સંકેતો મળી રહ્યા છે. આ અંગે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આકરી ગરમી પડવાની સંભાવના છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 26 થી 27 ફેબ્રુઆરી દરમિયાન ગરમીનું મોજું રહેશે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તાપમાનમાં વધારો થવાની આશંકા છે. આ સાથે જ કચ્છ અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આકરી ગરમી પડી શકે છે.
જેના કારણે સાવચેતીના પગલારૂપે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDના વૈજ્ઞાનિક એકે દાસના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધવામાં આવી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળી સ્થિતિ રહેશે જ્યારે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર Gujaratમાં આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહેશે. આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ આગામી 2-3 દિવસમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. આ પછી, તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. 25 અને 26 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન અનુભવી શકાય છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારતનો પશ્ચિમ કિનારો ઉનાળાની ઋતુની શરૂઆતના બે મહિના પહેલા જ ભારે ગરમીનો અનુભવ કરી રહ્યો છે. ઉત્તરીય વિસ્તારોમાં, ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. ગયા અઠવાડિયે, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં હિમવર્ષાનો નવો સ્પેલ જોવા મળ્યો હતો. શ્રીનગરના હવામાન વિભાગે 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શ્રીનગર શહેરમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું, જ્યારે ગુલમર્ગમાં તે 1 ડિગ્રી સેલ્સિયસ હતું.