રાજ્યમાં ગરમીનો પાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરી છે કે 26 મે બાદ ગરમીમાં ઘટાડો થશે. તેમજ 27 થી 29 સુધી ગરમીથી લોકો રાહત અનુભવશે. તેમજ મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી તાપમાન નોંધાશે. તેમજ 4 જૂનથી મહત્તમ તાપમાન 41 ડિગ્રી જોવા મળશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 જૂન દરિયામાં પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અને ત્યારબાદ ધીરેધીરે ચોમાસુ આગળ વધશે. અંબાલાલના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વધુમાં અંબાલાલે જણાવ્યું કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ નોંધાશે. તો સાથે સાથે દેશમાં ઘણા ભેગોમાં પૂરની શક્યતા પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.

ગુરૂવારે અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું. અમદાવાદમાં ગુરુવારે 46.6 ડિગ્રીના તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં છેલ્લા 127 વર્ષમાં 5મી વખત તાપમાન પારો ટોચ પર પહોંચ્યો છે. અમદાવાદના એયરપોર્ટ વિસ્તારમાં સૌથી ઉંચું તાપમાન નોંધાયું છે. એયરપોર્ટ વિસ્તારમાં 47.3 સેલ્સિયસ ગરમી નોંધાઇ છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરના અન્ય વિસ્તારમાં 46.6 ડિગ્રી ગરમી તાપમાન નોંધાયું છે.