ચોમાસાની શરૂઆત થઇ ગયી છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોચી વળવા રાહત કમિશનર શ્રી જેનુ દેવાનની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાની હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવમાં આવી હતી.

આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારીશ્રી વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા.૦૪ જુલાઈ, ૨૦૨૪ સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં એન.ડી.આર.એફ.ના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે એન.ડી.આર.એફ.ની ૧૦ ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે તથા ૫ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે તેમજ એસ.ડી.આર.એફ.ની તમામ પ્લાટૂન જરૂરીયાત જાણાતા સ્થળે ડિપ્લોય કરી દેવામાં આવી છે અને સમગ્ર ટીમો જિલ્લા વહીવટીતંત્રના આદેશાનુસાર રાહત/બચાવની કામગીરી કરી રહ્યા છે.

કૃષિ વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું કે, હાલમાં રાજયમાં ૨૯% જેટલું વાવેતર થઈ ગયું છે તેમજ વરસાદના કારણે રાજયમાં પાકમાં કોઈ પણ નુકશાનીની ભીતિ નથી.
રાહત કમિશનરશ્રી દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીશ્રીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીશ્રીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.

આ મીટીંગમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi & Tapi Division, ફોરેસ્ટ, આરોગ્ય, ઈસરો, BISAG-N, ફિશરીઝ, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, યુ.ડી.ડી, ફાયર, પંચાયત, પશુપાલન, શિક્ષણ, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, માહિતી વિભાગ તથા ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન એરફોર્સના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.