Karan Barot: આમ આદમી પાર્ટી(AAP)ના યુવાન નેતા અને ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર Dr. Karan Barotએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, એસઆઇઆરની કામગીરીમાં દેશના અલગ અલગ રાજ્યમાં મળીને કુલ 15 BLOના મોત થયા છે. ગુજરાતમાં પણ ચાર BLOના મોત થયા છે. બે બીએલઓને હાર્ટ એટેક આવ્યા અને એક BLOએ આત્મહત્યા કરી. આત્મહત્યા કરનાર BLOએ પોતાની ચીઠ્ઠીમાં લખ્યું હતું કે એસઆઇઆરના કામના દબાણના કારણે તેઓ આ પગલું ભરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઓઢવ ખાતે બુથમાં BLOની મુલાકાતે હતા ત્યારે ભાજપના સંગઠન દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી. તરફ BLOના પરિવારોમાં માતમ છવાયું છે ત્યારે ભાજપના સંગઠનના લોકો ગરબાની રમઝટ કરી રહ્યા છે. આજે જે શિક્ષકો BLOનું કામ કરે છે એમના ઉપર FIRનું ખૂબ જ ભારણ છે, બાળકોને ભણાવવાનું ભારણ છે, પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમમાં ભીડ ભેગું કરવાનું ભારણ છે, યુનિટી માર્ચનું ભારણ છે, ઉપરથી જે કામ કરવામાં મહિનાઓ જતા રહે એ કામ તમારી ટૂંકા ગાળામાં કરાવી દેવું છે તો એનું પણ ખૂબ જ ભારણ અત્યારે બીએલઓ પર છે.
BLOની કામગીરીને અને BLOનું ભારણ ઓછું કરવાની જગ્યાએ અને જ્યારે પરિવારોમાં માતમ છવાયું છે, ત્યારે તમે લોકો ગરબાની રમઝટ બોલાવો છો, ભાજપના નેતાઓને અને તેમના પ્રદેશ અધ્યક્ષને શરમ આવવી જોઈએ. એક તરફ તમે ખેડૂતો પર અત્યાચાર કર્યો અને ઘરમાં ઘુસીને ખેડૂતોને માર્યા, ત્યારે તમે તમારા પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરી રહ્યા હતા, નવા મંત્રીમંડળનું સ્વાગત કરી રહ્યા હતા અને ઉજવણી કરી રહ્યા હતા. તમારા ઈશારે ઘરમાં ઘૂસી ઘૂસીને ખેડૂતોને મારવામાં આવ્યા હતા અને ગુજરાતની જનતા હવે જાણી ગઈ છે કે તમને અહંકાર આવી ગયો છે. ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે “ગુજરાતમાં અન્ય પાર્ટીઓના સુપડા સાફ થઈ જશે” પરંતુ આ અહંકાર તોડવાનું કામ ગુજરાતની જનતા કરશે. ભાજપના નેતાઓને અમે કહેવા માંગીએ છીએ કે સમગ્ર શિક્ષકોનો પરિવાર આજે દુઃખમાં છે અને આવા સમયમાં બી.એલ.ઓને વધુ સમય આપવાની જગ્યાએ ઉપર તમે તમે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છો, આ ખૂબ જ ખોટું કહેવાય અને આ વેદના સમગ્ર ગુજરાતની વેદના છે. ભાજપે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ એ આ વેદના સમજવી જોઈએ. તમારું સ્થાન તમને ત્યારે જ શોભશે જયારે તમે આ શિક્ષકોની વેદના સમજી શકશો.





