Pranav Thakkar AAP: આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ હાલમાં બોટાદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે જેલમાં છે. ગઈકાલે રાજુ કરપડા, પ્રવીણ રામ અને પિયુષ પરમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની સાથે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સાથે રહી હતી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ લીગલ સેલ અધ્યક્ષ Pranav Thakkarએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, રાજુ કરપડા, પ્રવીણ રામ અને પિયુષભાઈ પરમારને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા અને તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 20 તારીખે ફરીથી આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે બોટાદની લીગલ ટીમ તેમની સાથે છે અને અમે ફરીથી 20 તારીખે અહીંયા પાછા આવીશું અને ફરીથી એમની રિમાન્ડ એપ્લિકેશન ચાલુ થશે.
Pranav Thakkarએ બીજી મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે, બોટાદમાં જે દુર્ઘટના બની છે એમાં કોઈ પણ વ્યક્તિને પોલીસ અધિકારી સામે કે તંત્રની સામે ફરિયાદ હોય અથવા તમારા કોઈના ઘરેથી કોઈ લાપતા હોય, પોલીસ તમને ખોટી રીતે હેરાન કરી રહી હોય અથવા તમારે કોઈપણ જામીન લેવાના હોય તો તમારે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી, અમારી લીગલ ટીમ ખેડૂતોની સાથે છે અને જ્યારે જરૂર પડશે ત્યારે લોકલ ટીમની સાથે અમારી હાઇકોર્ટની ટીમ પણ આવી જશે અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટની ટીમને પણ અહીંયા લાવીશું. તમારી સાથે જે પણ અન્યાય થયો છે એમાં કાનૂની લડાઈ લડવા માટે અમે તમારી સાથે છીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે અમારી બોટાદ ટીમનો અથવા કોઈપણ લોકલ નેતાનો સંપર્ક કરશો.