Morbi રાજકોટ હાઈવે પર શ્રીજી એસ્ટેટમાં આવેલ એકમો દ્વારા ગેરકાયદે પાણી કનેક્શન લીધા હતા અને સ્થાનિક તંત્ર ઊંઘતું હતું. જેથી આજે ગાંધીનગરથી ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિ.ની ટીમે રેડ કરી હતી. જ્યાં ૩૦થી વધુ કારખાનેદારો દ્વારા ગેરકાયદે કનેક્શન લેવામાં આવ્યા હોવાનું ખુલતા કાર્યવાહી કરવામાં આવી હતી

Morbi: ગાંધીનગરથી જીડબલ્યુઆઇડીની ટીમે શનાળા નજીક શ્રીજી એસ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રેડ કરી હતી. સ્થાનિક પોલીસ અને એસઆરપીના ચુસ્ત બંદોબસ્ત સાથે ટીમે રેડ કરી હતી.

જ્યાં ૩૦ થી વધુ કારખાનેદારોએ ગેરકાયદે નર્મદાની પાઈપલાઈનમાંથી કનેક્શન લીધાનું ખુલ્યું હતું. સ્થાનિક તંત્ર ઊંઘતું રહ્યું હતું અને કારખાનેદારોએ ગેરકાયદે કનેક્શન લઈને મોટા પાયે પાણી ચોરી કરવામાં આવતી હતી. જેથી ગાંધીનગરની ટીમે દરોડા કર્યા હતા અને ૩૦ થી વધુ કારખાનેદરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીનગર ટીમની કાર્યવાહીથી ગેરકાયદે કનેક્શન લેનાર કારખાનેદારોમાં ભય અને ફફડાટ ફેલાયો હતો તો સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

સ્થાનિક પોલીસ અને એસઆરપીનાં ચુસ્ત બંદોબસ્ત સાથે સઘન ચેકિંગ કરતા નર્મદાનીરની લાઇનમાંથી ગેરકાયદે કનેકશન લઇ લીધાનું ખુલ્યું