Gujarat Weather: ગુજરાતમાં ભીષણ ગરમી બાદ હવે હળવા વરસાદનો સમયગાળો શરૂ થયો છે. રાજ્યના ઘણા શહેરોમાં કમોસમી વરસાદથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 13મે, 2025 ના રોજ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી ૩ કલાક માટે આગાહી આપી છે જેમાં બપોરે ૧ વાગ્યાથી આગામી ત્રણ કલાકમાં છૂટાછવાયા, ભારે, મધ્યમ અને હળવો વરસાદ થવાની આગાહી કરી છે. પવનની ગતિ પણ ઊંચી રહેશે. આજે અમરેલી, જૂનાગઢ, ગીર, સોમનાથ, દીવ, રાજકોટ, ભાવનગરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. પોરબંદર, બોટાદ, ડાંગ, સાબરકાંઠામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.

છેલ્લા 10 દિવસથી રાજ્યના હવામાનમાં ફેરફાર થયો છે. મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજથી 15 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે.

આજથી 15 મી તારીખ સુધી કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની શક્યતા છે. આ પછી 19 થી 22 તારીખ સુધી તોફાન અને પવન સાથે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં દબાણને કારણે 24 મે થી 4 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

કયા જિલ્લામાં વરસાદ પડશે?

હવામાન વિભાગે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, મહિસાગર, કચ્છમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.