Rahul Gandhi In Gujarat: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હતું કે Gujaratમાં ભલે પાર્ટીના કાર્યકરો નિરાશ દેખાય છે. પરંતુ માત્ર તેમની પાર્ટી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભાજપને હરાવી શકે છે. ગાંધીએ પોતાની પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેઓ વરિષ્ઠ નેતાઓ તરીકે ફરતા હોય છે પરંતુ ઘણા બૂથ જીતવામાં સક્ષમ નથી. એવા ઘણા લોકો છે જે ભાજપ સાથે જોડાયેલા છે. આપણે તેમને ઓળખવા પડશે અને તેમને પ્રેમથી દૂર રાખવા પડશે. હિંસાથી નહીં, નફરતથી નહીં, પ્રેમથી. અમારે તેમને કહેવું પડશે કે – ભૈયા… મહેરબાની કરીને બાજુ પર જાઓ, બીજાઓને આગળ જવા દો.

એક અઠવાડિયામાં ગુજરાતની Rahul Gandhiની બીજી મુલાકાત દરમિયાન કોંગ્રેસના સાંસદે રાજ્યમાં સંગઠનને સુધારવા માટે રોડમેપ રજૂ કર્યો હતો અને પક્ષના નેતાઓને દૂર કરવાનું વચન આપ્યું હતું જેઓ કાં તો નિષ્ક્રિય છે અથવા ભાજપ માટે કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું “મને મીટિંગમાં એક સારી વાત કહેવામાં આવી હતી કે જ્યારે જુદા જુદા વરિષ્ઠ નેતાઓ આવે છે. ત્યારે લોકો જાદુઈ રીતે દરેક જિલ્લામાં બે-ત્રણ દિવસ માટે બહાર આવે છે અને પછી ગયા પછી ફરીથી ગાયબ થઈ જાય છે. પરંતુ તેમની પાસે કોઈ પકડ નથી.” પ્રશ્ન ઉઠાવતા રાહુલે કહ્યું કે તેઓ વરિષ્ઠ નેતાઓ તરીકે ફરતા હોય છે., પરંતુ બૂથ જીતવામાં સક્ષમ નથી. અમે એવા લોકોને સત્તા આપવા માંગીએ છીએ જેઓ સ્થાનિક મુદ્દાઓ પર દબદબો ધરાવે છે અને જનતાને પ્રોત્સાહન આપવા માંગે છે.

તેમણે વધુમાં કહ્યું કે “ગુજરાતમાં તમે કોંગ્રેસ માટે લડો છો એ હું સમજું છું કે તે સરળ કાર્ય નથી. કદાચ તમને આખા દેશમાં સૌથી વધુ નુકસાન સહન કરવું પડશે. તમે ધમકીઓ અને લાઠીચાર્જનો સામનો કરો છો પણ તમે કોંગ્રેસનો ઝંડો છોડતા નહીં . હું તમને કહેવા માંગુ છું કે જ્યાં પણ મારી જરૂર પડશે. હું ત્યાં હાજર રહીશ. આપણે નવી પેઢીને કોંગ્રેસ પક્ષમાં લાવવાની છે. જે લોકો સાથે જોડાયેલા છે તેમને આગળ લઈ જવાનું છે.

ગુજરાતમાં 2027ના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એક AICC નિરીક્ષક અને ચાર રાજ્ય નિરીક્ષકો સહિત પાંચ સભ્યોની સમિતિ, અરવલ્લી જિલ્લાથી શરૂ કરીને, ગુજરાતમાં પક્ષના 41 જિલ્લા એકમો (આઠ શહેરો સહિત) દરેક માટે નવા પ્રમુખોની નિમણૂક કરવાની પ્રક્રિયા પર દેખરેખ રાખશે. તેમના સંબોધનમાં ગાંધીએ કાર્યકર્તાઓને ઘણા વચનો આપ્યા હતા જેમ કે જિલ્લા એકમોને વધુ શક્તિ અને ભંડોળ પૂરું પાડવું, વરિષ્ઠ નેતાઓ-કાર્યકરોની કામગીરીનું મૂલ્યાંકન કરવું, પાયાના સ્તરે સક્રિય પદાધિકારીઓને પ્રોત્સાહન આપવું અને નિષ્ક્રિય અથવા ભાજપ માટે કામ કરતા નેતાઓને દૂર કરવા.