વાવ 1 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ Voting યોજાશે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં ૩.૧૦ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
૩૨૧ EVM દ્વારા ૧.૬૧ લાખ પુરૂષ અને ૧.૪૯ લાખ મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
Voting: આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી પટેલે ઝંપલાવ્યુ છે. તીવ્ર રસાકસી ભરી આ ચૂંટણીમાં ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને દલિત સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપના પ્રદેશ નેતાઓ અને આખી સરકારે પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે.
આ મતવિસ્તારના વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન પર સવારે ૦૭.૦૦ થી સાંજના ૦૬.૦૦ કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે ૩૨૧ બેલેટ યુનિટ, ૩૨૧ કંટ્રોલ યુનિટ અને ૩૨૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.
મતદાન મથકો ખાતે કુલ ૧,૪૧૨ જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં ૧,૬૧,૨૯૯ પુરૂષ, ૧,૪૯, ૪૭૮ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૭૭૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત | કરવામાં આવશે.