Gujarat: ગુજરાતમાં આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતમાં સાંજે 6 કલાક સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 56 ટકાથી વધુ મતદાન થયું છે. મતદાન પૂર્ણ થતાં આશરે 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થઈ ગયું છે. હવે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

નોંધનીય છે કે જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત સહિત અન્ય પેટાચૂંટણીનું મતદાન સમાપ્ત થયું છે. junagadh મહાનગરપ પાલિકાના 15 બોર્ડમાં કુલ 60 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી, પરંતુ 8 બેઠકો બિનહરીફ થતાં 52 સીટો પર મતદાન થયું હતું. આ સિવાય 66 નગરપાલિકાઓના કુલ 461 વોર્ડમાંથી 24 વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ થયા હતા. કુલ 1884 બેઠકોમાંથી 1677 બેઠકો પર મતદાન થયું છે. રાજ્યમાં કુલ 212 ઉમેદવારો મતદાન પહેલા બિનહરીફ ચૂંટાયા હતા.

નોંધનીય છે કે, વહેલી સવારથી લોકો મતદાન કરવા પહોંચી ગયા હતા. જ્યારે અનેક જગ્યા EVM ખોટવાયા હોવાની પણ ફરિયાદ સામે આવી હતી. આ સિવાય સાબરકાંઠાની પ્રાંતિજ પાલિકામાં બપોર બાદ ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ લગ્યો છે. પોલીસ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને પરિસર બહાર કાઢ્યા હતા.

તેમજ નવસારીની બીલીમોરા પાલિકાની ચૂંટણીમાં EVMમાં ખામી સર્જાઈ હોવાની ફરિયાદ ઉઠી છે. વોર્ડ નં 2ના બૂથ પર EVM મશીનમાં ખામી હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી છે. વલસાડની ધરમપુરમાં ત્રણ વોર્ડમાં EVMમાં ખામીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોનગઢ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અહીં 2 ઈવીએમ મશીન ખોટકાયાના સમાચાર છે.