Gujarat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી તથા 68 નગરપાલિકાઓની પણ ચૂંટણી થઈ રહી છે. ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં કુલ 5084 ઉમેદવારો મેદાનમાં છે. તો 213 બેઠકો બિનહરીફ થઈ છે.
નોંધનીય છે કે, 16 ફેબ્રુઆરીએ 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે. આ તમામ જગ્યાએ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં મતદાન થશે. આજે મતદાન પૂર્ણ થયા બાદ આગામી 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.
કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવાર મેદાને ઉતર્યા છે. 213 બેઠક બિનહરીફ છે જ્યારે 3 બેઠક પર ઉમેદવાર જ નથી. ST અનામત બેઠક પર ઉમેદવાર ન હોવાથી ચૂંટણી નહીં થાય. ધ્રોલમાં વોર્ડ 7ની 4 બેઠકની ચૂંટણી મુલતવી, ત્યાં 10 ઉમેદવાર હતા. સ્થાનિક સ્વરાજ સંસ્થાની કુલ 1958 બેઠક પર મતદાન થવાનું છે. આજે 5 હજાર 74 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવવાનો છે. 38 લાખ જેટલા મતદારો મતદાન કરશે. જૂનાગઢ મનપાની 8 બેઠક પર ભાજપ બિનહરીફ છે.