Arvind Kejriwal AAP: બનાસકાંઠા જિલ્લાનાં અંબાજી પાસે આવેલ પાલડિયા ગામમાં જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં સ્થાનિક આદિવાસી, વન વિભાગ અને પોલીસ વચ્ચે એક હિંસક ઘટના બની હતી. આ ઘટનાની સત્યતા જાણવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, લીગલ ટીમ અને આદિવાસી સમૂહના સંગઠનોના પ્રમુખો સાથે પાલડિયા ગામની મુલાકાત લીધી. આદિવાસી પર થયેલી ખોટી FIR પરત લેવા માટે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગ કરી હતી. હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટનાં માધ્યમથી આદિવાસીઓ સાથે થઇ રહેલ અન્યાયની વાત કરી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષોમાં ભાજપે ગુજરાતના આદિવાસી સમાજ સાથે ફક્ત અન્યાય, શોષણ અને દમન કર્યું છે. તેમના હક ચૂકી ગયા છીએ, આદિવાસીઓનો અવાજ દબાઈ ગયો. બનાસકાંઠા જિલ્લાના પાલડિયા ગામમાં આદિવાસીઓ પર થયેલી હિંસા અત્યંત શરમજનક છે. તેની નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ થની જોઈએ અને આરોપીઓને કડક સજા મળવી જોઈએ. આદિવાસી ભાઈ-બહેનો વર્ષોથી જળ, જંગલ અને જમીનના અધિકારની માંગ કરી રહ્યા છે, પરંતુ ભાજપે દરેક વખત વાયદાના નામે ઠગાઈ કરી છે. હવે આદિવાસી સમાજને ન્યાય જોઈએ.